गुजरात

વડોદરામાં ફરી દબાણ હટાવ ઝુંબેશ શરૂ : 3 ટ્રક ભરી સામાન જપ્ત | Encroachment relief campaign starts again in Vadodara: 3 trucks full of goods seized



Vadodara Corporation : વડોદરા શહેરના વોર્ડ 11માં પશ્ચિમ વિસ્તારમાં દિવાળીપુરાથી સીટી સ્ક્વેર સેન્ટર તથા સંવેદનશીલ સલાટવાડાના વોર્ડ 7ના મેઇન રોડ પર પાલિકા તંત્ર દ્વારા રોડ રસ્તાની સફાઈ દરમિયાન નડતરરૂપ ખાણી-પીણીની લારીઓ, ગલ્લા પથારા અને ગેરેજના બનાવાયેલા હંગામી શેર સહિત ગેરકાયદે દબાણો હટાવીને બંને જગ્યાની કામગીરીમાં બે ટ્રક જેટલો માલ સામાન કબજે કરવામાં આવ્યો હતો. સંવેદનશીલ વિસ્તારમાં તંત્રની કામગીરી વખતે ગેરકાયદે દબાણ કરનારાઓમાં ભાગદોડ મચી જતા ગભરાટ ફેલાયો હતો. 

પાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતાના ઇરાદે રોજે રોજ જુદા જુદા વિસ્તારમાં શરૂ કરાયેલા સાફ-સફાઈ અભિયાનમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ 11ના દિવાળીપુરાથી સીટી સેન્ટર સ્ક્વેર સુધીની કાર્યવાહીમાં રોડની બંને બાજુના નડતરરૂપ ગેરકાયદે દબાણો ખાણીપીણીની લારીઓ, ચાના ગલ્લાના નડતરરૂપ ગેરકાયદે દબાણનો સફાયો કરીને પાલિકાની દબાણ શાખાએ એક ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. આવી જ રીતે સલાટ વાડાના સંવેદનશીલ મેઇન રોડ વિસ્તારના વોર્ડ ૭માં તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. રસ્તાની સફાઈ દરમિયાન રોડની બંને બાજુના હંગામી દબાણો લારી ગલ્લા અને ગેરેજના શેડ દબાણ શાખાની ટીમે હટાવીને વધુ એક ટ્રક સામાન કબ્જે કર્યો હતો. તંત્રની આ કામગીરી દરમિયાન ગેરકાયદે દબાણ કરનારાઓમાં ભાગદોડ મચતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.



Source link

Related Articles

Back to top button