गुजरात

વડોદરામાં વાસણા રોડના સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને ગેરકાયદે રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | Police complaint against operator for illegally keeping migrant women in spa center in Vadodara



Vadodara : વડોદરાના વાસણા રોડ વિસ્તારમાં આવેલા સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને રાખી પોલીસને જાણ નહીં કરનાર સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 

પોલીસના જણાવ્યા પ્રમાણે વાસણ રોડના સિદ્ધાર્થ અપ સ્કેલ કોમ્પલેક્ષમાં આવેલા ઓરા સ્પા સેન્ટરમાં તપાસ કરતા મેનેજર તરીકે બંગાળની તબસ્સુમ ખાતુન સદ્દામ હુસેન (હાલ રહે. અલ મોહમ્મદ પાર્ક,અકોટા) સાત દિવસ પહેલા નોકરીએ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.

આવી જ રીતે સ્પામાં અન્ય બે મહિલા મળી આવી હતી. જેમાં નેહા શાહિદ શેખ નામની મહારાષ્ટ્રની મહિલા ત્રણ દિવસ પહેલા નોકરી આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ બંને મહિલાઓનું પોલીસ વેરિફિકેશન કરવામાં નહીં આવ્યું હોવાથી તેમને નોકરીએ રાખનાર સંચાલક ગૌરવ રાજેશભાઈ તેજાની(પરમ ગ્રીન્સ, બીલ કેનાલ રોડ, વડોદરા) સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.



Source link

Related Articles

Back to top button