गुजरात

અમદાવાદ: સોશિયલ મીડિયા પર ખરીદી કરતા પહેલા વિચારજો, બે લોકોએ ગુમાવ્યા હજારો રૂપિયા | Ahmedabad Online Scam Alert: Two Youths Lose Rs 58 000 via Instagram Shopping



Ahmedabad Online Scam Alert: અમદાવાદમાં ઓનલાઇન છેતરપિંડીના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર કોસ્મેટિક પ્રોડક્ટ્સ અને કપડાંની આકર્ષક જાહેરાતો જોઈને ઓર્ડર આપવા જતાં બે અલગ-અલગ કિસ્સામાં એક યુવક અને એક યુવતીએ કુલ 58 હજાર રૂપિયાથી વધુની રકમ ગુમાવી છે. આ અંગે વાસણા અને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ છે.

વાસણાના વેપારી સાથે રૂ. 35 હજારની છેતરપિંડી

મળતી માહિતી અનુસાર, વાસણા વિસ્તારમાં રહેતા અને સોલાર પેનલનો બિઝનેસ કરતા 24 વર્ષીય જૈનિશકુમાર જોષી ગત 20મી એપ્રિલના રોજ ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહ્યા હતા. આ દરમિયાન કોસ્મેટિક વસ્તુઓની એડ જોઈ લિંક પર ક્લિક કરતા ટેલિગ્રામ ઓપન થયું હતું.

ગઠિયાઓએ પહેલા રજીસ્ટ્રેશનના નામે 199 રૂપિયા અને ત્યારબાદ પ્રોડક્ટ ઓર્ડર તથા મેમ્બરશીપના નામે 1500 અને 8777 રૂપિયા પડાવ્યા હતા. યુવકે જ્યારે પોતાનું બેંક એકાઉન્ટ ચેક કર્યું ત્યારે જાણવા મળ્યું કે તેની જાણ બહાર 8777, 7000 અને 8777 રૂપિયાના ત્રણ ટ્રાન્ઝેક્શન થઈ ગયા હતા. આ રીતે ટુકડે-ટુકડે કુલ 35,030 રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી.

આ પણ વાંચો: ‘ખાડિયામાં ઉમેદવાર પસંદગીમાં પાર્ટીની ભૂલ, મને પૂછ્યું જ નહીં..’, ભૂષણ ભટ્ટે ભાજપ માથે હારનું ઠીકરું ફોડ્યું

દાણીલીમડાની યુવતીએ કપડાંના ઓર્ડરમાં રૂ.23 હજાર ગુમાવ્યા

દાણીલીમડામાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી 27 વર્ષીય યુવતીએ 15 એપ્રિલના રોજ ઈન્સ્ટાગ્રામ પર ‘H & M WOMAN GARMENTS’ નામની પ્રોફાઈલ પરથી 1000  રૂપિયાના કપડાંનો ઓર્ડર આપ્યો હતો. ઠગે બિલીંગ પ્રોસેસ અટકી ગઈ હોવાનું અને જીએસટી રિફંડના બહાના કાઢીને વિશ્વાસ જીતવા નકલી ઈન્વોઈસ મોકલ્યું હતું.

રિફંડ કાર્ડ રિન્યુ કરવા અને અન્ય ટેકનિકલ કારણો આપી યુવતી પાસેથી વારંવાર પેમેન્ટ કરાવ્યું હતું. યુવતી પાસેથી કુલ 23,040 રૂપિયા પડાવી લીધા બાદ વધુ 11,500 રૂપિયાની માંગણી થતા તેને છેતરાયાનો અહેસાસ થયો હતો.

આ બંને કિસ્સામાં ભોગ બનનારાઓએ સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાયબર નિષ્ણાતો સોશિયલ મીડિયા પર અજાણી લિંક પર ક્લિક ન કરવા અને કોઈપણ ઓનલાઇન પેમેન્ટ કરતા પહેલા તેની વિશ્વસનીયતા તપાસવા લોકોને સલાહ આપી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button