गुजरात

ગુજરાતની ચર્ચિત બેઠકોના પરિણામ: પૂર્વ IPS-પૂર્વ MLA હાર્યા પણ સોશિયલ મીડિયા સ્ટાર્સે મેદાન માર્યું | gujarat local body election results celebrity winners losers list


Gujarat Local Body Election 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ભાજપ અને કોંગ્રેસે અનેક જાણીતા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા હતા. આ પરિણામોમાં સોશિયલ મીડિયા સ્ટાર્સથી લઈને પૂર્વ IPS અધિકારીઓ સુધીના નસીબનો ફેંસલો થયો છે. જો કે કેટલાક સ્ટાર્સના સિતારા ચમક્યાં જ્યારે કેટલાકને નિરાશા સાંપડી છે. 

સેલિબ્રિટીઝ અને સોશિયલ મીડિયા સ્ટાર્સની જીત

અંકિતા પરમાર (વડોદરા): સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારે વડોદરાની પોર જિલ્લા પંચાયત બેઠક પર ભવ્ય વિજય મેળવ્યો છે. ટિકિટ મળી ત્યારે થયેલા વિવાદ છતાં તેમના મોટા ફેનબેઝે અથવા તો તેમના પ્રચારે અને કામગીરીએ તેમને જીત અપાવી છે તેવું કહી શકાય. 

રાજલ બારોટ-બાંભણીયા (ઉના): જાણીતી લોકગાયિકા રાજલ બારોટે ઉના નગરપાલિકામાંથી પહેલીવાર પોતાનું રાજકીય ડેબ્યુ કર્યું હતું. નસીબનો સાથ અને પ્રચાર તથા પક્ષના સાથના પગલે 2313 મતો મેળવીને શાનદાર જીત હાંસલ કરી છે.

નેહા સુથાર (વિજાપુર): ગુજરાતી અભિનેત્રી અને સિંગર નેહા સુથારે વિજાપુર તાલુકા પંચાયતની કુદેડા બેઠક પર જીત મેળવીને રાજકારણમાં સફળ એન્ટ્રી કરી છે.

કાવ્યા કથીરિયા (સુરત): પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાની પત્ની કાવ્યા કથીરિયાએ સુરત મનપાના વોર્ડ નં. 3 માં જીત મેળવીને અલ્પેશ કથીરિયાનો દબદબો જાળવી રાખ્યો છે.

રાજુ કરપડા (મુળી-2): આમ આદમી પાર્ટીથી પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા અને ખેડૂત આગેવાન રાજુ કરપડાની જીત થઇ હતી. તેઓ મુળી-2 જિલ્લા પંચાયત બેઠક પર તેમણે જીત મેળવી હતી. 

મોટા માથાઓની આંચકાજનક હાર

સોનલ ડેર(લાઠી): ખ્યાતનામ લોકસાહિત્યકાર માયા આહીરની પુત્રી સોનલ ડેરનો લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પર પરાજય થયો છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર શાંતિબેન ડેર વિજેતા થયા છે.

પૂર્વ IPS મનોજ નિનામા (શામળાજી): નિવૃત્તિના બે મહિના પહેલા રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા પૂર્વ IPS અધિકારી મનોજ નિનામાનો ઓડ બેઠક પર 2700 મતોથી કારમો પરાજય થયો છે.

ભૂપત ભાયાણી (ભેંસાણ): આપમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને પણ જનતાએ નકારી દીધા છે. ભેસાણ જિલ્લા પંચાયત બેઠક પર AAPના દિનેશ રૂપારેલીયાએ તેમને 1700 મતોથી હરાવ્યા છે.

નયનાબા જાડેજા (રાજકોટ): નયનાબા જાડેજા રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ તરફથી ઉમેદવાર હતા. જો કે તેમનો પરાજય થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, નયનાબા જાડેજા રવિન્દ્ર જાડેજાના બહેન હોવા ઉપરાંત રિવાબા જાડેજાના નણંદ પણ છે. બંન્ને વચ્ચે અવાર નવાર શાબ્દિક ટપાટપી થતી રહેતી હોવાનાં કારણે બંન્ને ચર્ચામાં રહે છે. 

આભા દેસાઇ(રાજકોટ) : વોર્ડ નંબર 10 માંથી કોંગ્રેસના ઉમેદવાર અને ચર્ચિત ચહેરો તેવા આરજે આભાનો પરાજય થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાના રેડિયો જોકીના વ્યવસાયના કારણે યુવાનોમાં ચર્ચિત ચહેરા આરજે આભાને કોંગ્રેસે ટિકિટ આપી હતી. 

ગુજરાતની ચર્ચિત બેઠકોના પરિણામ: પૂર્વ IPS-પૂર્વ MLA હાર્યા પણ સોશિયલ મીડિયા સ્ટાર્સે મેદાન માર્યું 2 - image



Source link

Related Articles

Back to top button