दुनिया

ઈન્ડોનેશિયાના જાકાર્તામાં સ્ટેશને ઊભી ટ્રેન સાથે અથડાઈ સુપરફાસ્ટ એક્સપ્રેસ, 7 લોકોના મોત | Indonesia Train Crash 4 Dead as Two Trains Collide Near Jakarta Women s Coach Severely Damaged


Indonesia Train Crash: ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા નજીક આવેલા બેકાસી તિમુર સ્ટેશન પર સોમવારે બે ટ્રેનો વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે અને ડઝનબંધ મુસાફરો ઘાયલ થયા છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ‘આર્ગો બ્રોમો એન્ગ્રેક’ નામની લાંબા અંતરની ટ્રેને સ્ટેશન પર ઉભેલી એકન ટ્રેનના છેલ્લા ડબ્બાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે ટ્રેનનો ડબ્બો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને અનેક મુસાફરો મલબામાં ફસાઈ ગયા હતા. રેલવે કંપની પીટી કેરેતા આપિ ઈન્ડોનેશિયાએ 38 મુસાફરોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાની પુષ્ટિ કરી છે, જ્યારે બચાવ દળ હજુ પણ ડબ્બામાં ફસાયેલા અન્ય મુસાફરોને બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.

સ્ટેશન પર અફરાતફરીનો માહોલ

ચિંતાજનક બાબત એ છે કે, અકસ્માતનો ભોગ બનેલો ટ્રેનનો છેલ્લો ડબ્બો મહિલાઓ માટે અનામત હતો, જેના કારણે સ્ટેશન પર અફરાતફરી અને ચીખ-પુકાર મચી ગઈ હતી. જોકે, અથડાનારી આર્ગો બ્રોમો ટ્રેનમાં સવાર તમામ 240 મુસાફરો સુરક્ષિત હોવાના અહેવાલ છે. જકાર્તા પોલીસ અને રેલવે સત્તાધીશોએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે, જ્યારે સરકારી રેલવે કંપનીએ આ ગંભીર બેદરકારી બદલ લોકોની માફી માંગી છે. 

આ પણ વાંચો: પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર મોટો હુમલો! કાબુલમાં સાત લોકોના મોતનો દાવો

જૂનું રેલ નેટવર્ક અને જોખમ

ઈન્ડોનેશિયામાં જૂના રેલ નેટવર્કને કારણે અવારનવાર આવા અકસ્માતો સર્જાતા રહે છે. અગાઉ 2010માં પણ આવી જ રીતે બે ટ્રેનો અથડાતા 36 લોકોના મોત થયા હતા અને જાન્યુઆરી 2024માં પણ ટ્રેન દુર્ઘટનામાં 4 લોકોએ જીવ ગુમાવ્યો હતો, જે ફરી એકવાર રેલવે સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરે છે.


ઈન્ડોનેશિયાના જાકાર્તામાં સ્ટેશને ઊભી ટ્રેન સાથે અથડાઈ સુપરફાસ્ટ એક્સપ્રેસ,  7 લોકોના મોત 2 - image



Source link

Related Articles

Back to top button