કોંગ્રેસના ઉમેદવારની જગ્યાએ બીજુ કોઈ મતદાન કરી ગયું | someone vote for congress candidate in vadodara municipal corporation election

![]()
વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે થયેલા મતદાનમાં કોંગ્રેસના વોર્ડ નંબર ૯ના ઉમેદવાર પોતાનો મત આપવા માટે પહોંચ્યા ત્યારે ખબર પડી હતી કે, તેમનો મત તો બીજુ કોઈ આપી ગયું છે.જેને લઈને ભારે હોબાળો મચી ગયો હતો.
શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, વોર્ડ નંબર ૯ના મહિલા ઉમેદવાર વોર્ડ નંબર ૧૧માં રહે છે.આજે સાંજે પાંચ વાગ્યે તેઓ પોતાનો મત આપવા માટે ગયા હતા ત્યારે ખબર પડી હતી કે, તેમનો મત તો પહેલા જ અપાઈ ચૂકયો છે.મત આપનારે સહીની જગ્યાએ અંગૂઠો માર્યો હતો.હોબાળા બાદ ઉમેદવારને ટેન્ડર વોટ આપવામાં દેવામાં આવ્યો હતો.આવું કશું થાય ત્યારે મૂળ મતદારને બેલેટ પેપર થકી મતદાન કરાવવામાં આવે છે.ૅજેને ટેન્ડર વોટિંગ કહેવામાં આવે છે.
કોંગ્રેસ પ્રમુખનું કહેવું છે કે, આ તો ઉમેદવાર વોટિંગ કરવા માટે ગયા એટલે જાણ થઈ હતી. બીજા કેટલાય મતદારોના મત બારોબાર અપાઈ નહીં જતા હોય તેની શું ગેરંટી? આ તો સ્પષ્ટપણે વોટ ચોરી છે.ચૂંટણીમાં ઉમેદવારોના વોટ ચોરાયા છે અને બોગસ વોટિંગ થયું છે.અમે ચૂંટણી તંત્રને લેખિત ફરિયાદ કરીને પુનઃ મતદાનની માગણી કરી છે.



