કભી અલવિદા ના કહેના ફિલ્મ પરથી વેબ સીરિઝ બનશે | A web series will be made based on the film Kabhi Alvida Naa Kehna

![]()
– સર્જક કરણ જોહરની સત્તાવાર જાહેરાત
– શાહરૂખ, રાણી, પ્રીતિ, અભિષેકની ફિલ્મ લગ્નેતર સંબંધોને ઉત્તેજન આપે છે તેવો વિવાદ થયો હતો
મુંબઈ : શાહરુખ ખાન, રાણી મુખર્જી, પ્રીતિ ઝિન્ટા તથા અભિષેક બચ્ચન જેવા ટોચના કલાકારોને લઈ કરણ જોહરે બનાવેલી ફિલ્મ ‘કભી અલવિદા ના કહેના’ પરથી હવે એક વેબ સીરિઝ બનવાની છે. ખુદ કરણ જોહરે આ વાતને સ્વીકૃતિ આપી છે. કરણે એક સંવાદમાં કહ્યું હતું કે આ ફિલ્મ માટે વિરોધાભાસી અભિપ્રાયો મળ્યા હતા. હવે આ ફિલ્મને એક લાંબાં ફોર્મટની સીરિઝમાં રુપાંતરિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ૨૦૦૬માં રજૂ થયેલી આ ફિલ્મ દ્વારા લગ્નેતર સંબંધોને ઉત્તેજન આપી તેને વાજબી ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આરોપ થયા હતા. બીજી તરફ કેટલાય લોકોએ એમ પણ કહ્યં હતું કે લગ્નજીવનમાં બે પાત્રો એકબીજા સાથે તાલમેલ ન બેસાડી શકતાં હોય તેવા સમયે ત્રીજાં પાત્ર તરફ ઢળે તે વાત કરણ જોહરે બેહદ સંવેદનશીલતા અને ગંભીરતા સાથે રજૂ કરી છે.
વેબ સીરિઝમાં કલાકારો કોણ હશે કે તે ક્યારે રજૂ થશે તે વિશે કરણ જોહરે કોઈ ફોડ પાડયો નથી.



