गुजरात

અમદાવાદ-ગોધરા વચ્ચે 120 કિ.મી. સિક્સ લેન ગ્રીન ફિલ્ડ હાઈવે બનશે, એક્સપ્રેસ વે સાથે કનેક્ટિવિટી વધશે | Ahmedabad Godhra 120 Km Greenfield Highway Planned Boost to Expressway Connectivity



Ahmedabad-Godhra Greenfield Highway Proposed: અમદાવાદ શહેરને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સાથે જોડવા માટે અમદાવાદ-ગોધરા વચ્ચે સિક્સ લેન ગ્રીન ફિલ્ડ હાઈવે બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેના માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડીપીઆર તૈયાર કરાઈ રહ્યો છે.

નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડીપીઆર તૈયાર કરવા કવાયત

અમદાવાદથી ગોધરા સુધી આશરે 120 કિલોમીટરની લંબાઈનો ગ્રીન ફિલ્ડ હાઈવે બનાવવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડીપીઆર એટલે કે ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાવવા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર 60 મીટર પહોળાઈના રાઈટ ઓફ વે સાથેના આ હાઈવેનું આયોજન થઈ રહ્યું છે.

જેથી ભવિષ્યમાં ટ્રાફિક વધે તો આ હાઈવેને 8 લેન સુધી વિસ્તારી શકાય. હાલમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર મુસાફરી કરતા વાહન ચાલકોએ ગોધરાથી અમદાવાદ તરફ આવવા માટે વડોદરા સુધીલાંબા થવું પડે છે. જ્યાંથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર જવું પડે છે. તેના બદલે આ નવા સૂચિત હાઈવે દ્વારા ગોધરાથી વાહન ચાલકો સીધા જ અમદાવાદ આવી શકશે.

આ પણ વાંચો: અમદાવાદમાં અગનગોળા વરસ્યા, 43.1 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટી, 9 શહેરોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન

ગ્રીન ફિલ્ડ હાઈવે કોને કહેવાય?

ગ્રીન ફિલ્ડ હાઈવે નામ સાંભળીને પહેલી નજરે બધાને એવું લાગે કે આવા માર્ગ પર વધારે પડતા વૃક્ષો અને હરિયાળી હશે! પરંતુ એવું નથી. ખાલી જમીન પર સંપૂર્ણ નવો રસ્તો બનાવવામાં આવે તેને ગ્રીન ફિલ્ડ હાઈવે કહેવામાં આવે છે. મોટાભાગે જૂના રસ્તાને પહોળા કરીને નવા હાઈવે બનાવવામાં આવતા હોય છે. 120 કિમી સુધીની ઝડપે વાહનો દોડાવી શકાય તેવી રીતે ગ્રીન ફિલ્ડ હાઈવે ડિઝાઈન થાય છે. ગામ અને શહેરોને બાયપાસ કરીને રસ્તો તૈયાર થાય છે. જેથી મુસાફરી દરમિયાન વાહન ચાલકોએ કોઈ અવરોધનો સામનો કરવો પડે નહીં.



Source link

Related Articles

Back to top button