શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! ઈરાનનો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ | iran military power undiminished us iraq conflict ceasefire

![]()
US-Iran War: મધ્ય પૂર્વમાં તણાવ ફરી એકવાર જોખમી વળાંક પર છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે યુદ્ધવિરામ પૂર્ણ થવાના આરે છે, પરંતુ શાંતિ મંત્રણા હજુ પણ અનિશ્ચિતતામાં લટકી રહી છે. આ સ્થિતિમાં હવે સવાલ માત્ર યુદ્ધ કે શાંતિનો નથી, પરંતુ એ મોટા સંકટનો છે જે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અને અમેરિકી રાજનીતિને હચમચાવી શકે છે.
ઈરાન હજી પણ યુદ્ધ કરવાની સ્થિતિમાં
અમેરિકન ગુપ્તચર વિભાગના અહેવાલ મુજબ, છેલ્લા ઘણા અઠવાડિયાની સૈન્ય કાર્યવાહી બાદ પણ ઈરાનની તાકાત સંપૂર્ણ ખતમ થઈ નથી. ઉલટાનું, તેની પાસે હજુ પણ એટલો જથ્થો બચ્યો છે કે, તે ગમે ત્યારે સ્થિતિને વિસ્ફોટક બનાવી શકે છે. ઈરાન પાસે હવે પણ આશરે 40% ડ્રોન સ્ટોક ઉપલબ્ધ છે. મિસાઈલ લૉન્ચર 60% થી વધુ સુરક્ષિત અથવા રિકવર થઈ ચૂક્યા છે. જો કાટમાળમાં દબાયેલા હથિયારોને કાઢવામાં આવે, તો આ આંકડો 70% સુધી હોઈ શકે છે.
Shahed-136 ડ્રોન, ઈરાનની અસલી તાકાત
આ કોઈ સામાન્ય સૈન્ય બચત નથી. ખાસ કરીને Shahed-136 જેવા ડ્રોન, જેમને મોટા પાયે અને અત્યંત ઓછી કિંમતે તૈયાર કરવામાં આવે છે. ઈરાનની અસલી તાકાત બનીને ઉભરી આવ્યા છે. આ ડ્રોન ભલે આધુનિક યુદ્ધજહાજો દ્વારા તોડી પડાયા હોત, પરંતુ સામાન્ય વેપારી જહાજો પાસે તેમના સામે કોઈ મજબૂત સુરક્ષા હોતી નથી.
દુનિયાની ઉર્જા પુરવઠાની જીવાદોરી
હોર્મુઝની ખાડી માત્ર એક દરિયાઈ રસ્તો નથી, પરંતુ દુનિયાની ઉર્જા પુરવઠાની જીવાદોરી છે. વૈશ્વિક ક્રૂડ સપ્લાયનો મોટો હિસ્સો અહીંથી પસાર થાય છે. જો આ રસ્તો અવરોધાય, તો તેની અસર દરેક દેશ પર પડશે. ઈરાન આ અગાઉ પણ ઈરાક યુદ્ધ દરમિયાન આ જળમાર્ગમાં માઈન બિછાવીને અવરોધવાનો પ્રયાસ કરી ચૂક્યું છે. પરંતુ હવે તેની પાસે વધુ ઉન્નત હથિયારો છે. મિડાઈલ અને ડ્રોન છે જે સીધા ટકરાવ વગર પણ શિપિંગને રોકી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પ માટે સંકટ?
જો યુદ્ધવિરામ બાદ ફરીથી જંગ શરૂ થાય, તો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ પડકાર વધુ ગંભીર બની શકે છે. જો હોર્મુઝમાં તણાવ વધે અથવા શિપિંગ અવરોધાય, તો કાચા ક્રૂડના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. આનાથી અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે. જો ઈરાન જવાબમાં દરિયાઈ રસ્તાઓને નિશાન બનાવે, તો અમેરિકા પર મોટા પાયે સૈન્ય હસ્તક્ષેપનું દબાણ વધશે. ચીન, યુરોપ અને ખાડી દેશો આ સંઘર્ષથી સીધા પ્રભાવિત થઈ રહ્યા છે. આ સ્થિતિમાં અમેરિકા પર વૈશ્વિક દબાણ વધશે કે તે પરિસ્થિતિને નિયંત્રિત કરે. શાંતિ વાર્તા અટકી છે, યુદ્ધનો ખતરો યથાવત છે. ઈરાનની બચેલી તાકાત અને સસ્તા ડ્રોન વૈશ્વિક સ્થિરતા માટે મોટો પડકાર છે.
ઈરાનની સૈન્ય ક્ષમતા હજી પણ મજબુત
– અમેરિકી સૈન્ય કાર્યવાહી (ઘણા અઠવાડિયા) બાદ પણ ઈરાનની સૈન્ય ક્ષમતા આકલનથી વધુ બચી છે.
– ઈરાનની સૈન્ય કાર્યવાહી, શાંત: હુમલાઓ બાદ પણ ઈરાન શાંત નથી બેઠું.
– ઈરાન પાસે તેનું હાર્ડવેર અને સંસાધનો હજુ પણ સુરક્ષિત છે.
– સંયુક્ત રાષ્ટ્ર (UN)ના અહેવાલ મુજબ, ઈરાનની સૈન્ય તાકાત પૂરી રીતે ખતમ થઈ નથી, જે સ્થિતિને વિસ્ફોટક બનાવી શકે છે.
ઈરાન પાસે હજી પણ ઘણા હથિયાર ઉપલબ્ધ
– સંયુક્ત રાષ્ટ્રના અનુમાન મુજબ, ઈરાન પાસે હજુ પણ મહત્વની સૈન્ય સંપત્તિ ઉપલબ્ધ છે.
– ડ્રોન સ્ટોક: આશરે 40% ડ્રોન સ્ટોક ઉપલબ્ધ છે.
– મિડાઈલ લૉન્ચર: મિડાઈલ લૉન્ચર 60% થી વધુ સુરક્ષિત છે (કાટમાળમાંથી કાઢ્યા બાદ આ આંકડો 0% સુધી હોઈ શકે છે).
Shahed-136 ડ્રોન ઈરાનની અસલી તાકાત
– ઈરાનનું Shahed-136 ડ્રોન તેની સૌથી મોટી તાકાત છે.
– Shahed-136: ઓછી કિંમત, મોટા પાયે ઉત્પાદન.
– સામાન્ય વેપારી જહાજ આ ડ્રોન સામાન્ય વેપારી જહાજ (નબળી સુરક્ષા) ને આસાનીથી નિશાન બનાવી શકે છે.
– આધુનિક યુદ્ધજહાજ આધુનિક યુદ્ધજહાજ (સુરક્ષા ઉપલબ્ધ) માટે આ ડ્રોન પડકારરૂપ બની શકે છે.



