गुजरात
નવાયાર્ડમાં સ્ક્રેપના વેપારી પર હુમલો કરી મારી નાખવાની ધમકી | Scrap dealer in Navayard attacked and threatened to be killed

![]()
વડોદરા,નવાયાર્ડમાં ભંગારના વેપારી પર ત્રણ આરોપીઓએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી છે.
હાથીખાનામાં રહેતા અને સ્ક્રેપનો ધંધો કરતા નાવેદઅલી મોહંમદઅલી અનસારીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આજે સવારે સાડા નવ વાગ્યે હું મારી રિક્ષામાં બેસીને દીપ ટોકીઝ છાણી જકાતનાકા ગયો હતો. ત્યાંથી ચાલતા આશાપુરી નવાયાર્ડ તરફ ભંગારના ગોડાઉન તરફ જતો હતો. તે દરમિયાન હસન સુન્ની અને અન્ય બે વ્યક્તિઓ રિક્ષામાં આવ્યા હતા અને મને કહેવા લાગ્યા હતા કે, મારા ભાઇ હુસેન વિરૃદ્ધ કેમ અરજી આપી છે. બે આરોપીઓેએ મને પકડી રાખ્યો હતો. જ્યારે હસન સુન્નીએ મને માર માર્યો હતો. તેમજ છરો બતાવી મારી નાખવાની ધમકી આપી હતી



