मनोरंजन

સલમાન અને નયનતારાની નવી ફિલ્મનું શૂટિંગ શરૂ | Salman and Nayanthara’s new film shooting begins



– ફિલ્મનું ટાઈટલ હજુ ફાઈનલ થવાનું બાકી    

– સાઉથના પ્રોડયૂસર, ડિરેક્ટરની ફિલ્મનાં શૂટિંગ માટે મુંબઈમાં મુહૂર્ત કરાયું 

મુંબઈ: સલમાન ખાનની ‘માતૃભૂમિ’ ફિલ્મ સંરક્ષણ મંત્રાલયની મંજૂરીમાં અટવાઈ છે તે વચ્ચે તેની નવી ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ગયું છે. 

સાઉથના પ્રોડયૂસર દિલ રાજુ આ ફિલ્મ બનાવી રહ્યા છે  અને સાઉથના નેશનલ એવોર્ડ વિજેતા દિગ્દર્શક વામસી  પેઈડીપલ્લી તેનું દિગ્દર્શન કરી રહ્યા છે. સલમાન સાથે નયનતારા આ ફિલ્મમાં લીડ હિરોઈન તરીકે છે.  ફિલ્મનો મુહૂર્ત શોટ તાજેતરમાં મુંબઈ ખાતે લેવમાં આવ્યો હતો. પ્રોડયૂૂસર, ડિરેક્ટર તથા હિરોઈન પણ સાઉથનાં હોવા છતાં સલમાને ટ્રાવેલિંગ ન કરવું પડે તે માટે પૂજા મુંબઈમાં રખાઈ હોવાનું કહેવાય છે. ઉલ્લેખનીય છે કે સલમાનના ઘરે ગોળીબાર બાદ   પોલીસે તેને બહાર અવરજવર ઓછી કરવા કહ્યું છે. આ ફિલ્મનું ટાઈટલ હજુ ફાઈનલ થયું નથી. મોટાભાગે આવતાં વર્ષે ફિલ્મ રીલિઝ કરી દેવાનું  પ્લાનિંગ  છે. 



Source link

Related Articles

Back to top button