गुजरात

જૂનાગઢમાં જિકાસ પોર્ટલના વિરોધમાં ભાજપની જ વિદ્યાર્થી પાંખનો વિરોધ | BJP’s own student wing opposes JICAS portal in Junagadh



રજિસ્ટ્રેશનની 300 રૂપિયા ફી વિદ્યાર્થીઓ માટે બોજારૂપ : રાજ્યની તમામ ખાનગી યુનિવર્સિટીઓને એક જ પોર્ટલ હેઠળ લાવવામાં આવે તેવી માંગ સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર

જૂનાગઢ, : ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલા જિકાસ પોર્ટલ સામે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જૂનાગઢના મોતીબાગ સર્કલ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોર્ટલની વિસંગતતાઓ અને વિદ્યાર્થીઓ પર પડતા આથક ભારણના વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.

પોર્ટલ પર લેવામાં આવતી 300 રૂપિયાની રજિસ્ટ્રેશન ફી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે બોજારૂપ છે. આ ફી તાત્કાલિક ધોરણે ઘટાડવા અથવા પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવા માંગ કરવામાં આવી છે. તમામ યુનિવસટીઓનો સમાવેશ હાલ આ પોર્ટલમાં નથી માત્ર સરકારી યુનિવસટીઓનો જ સમાવેશ છે. એબીવીપીની માંગ છે કે રાજ્યની તમામ ખાનગી યુનિવસટીઓને પણ આ એક જ પોર્ટલ હેઠળ લાવવામાં આવે જેથી વિદ્યાર્થીઓને અલગ-અલગ જગ્યાએ ભટકવું ન પડે. માહિતી અને પ્રચાર-પ્રસારનો અભાવને લીધે અંતરિયાળ ગામડાઓમાં રહેતા છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આ પોર્ટલની પૂરતી માહિતી પહોંચી નથી. સરકાર દ્વારા આ અંગે યોગ્ય માર્ગદર્શન અને પ્રચાર-પ્રસાર કરવામાં આવે તે અનિવાર્ય છે. આજના આ વિરોધ પ્રદર્શન દ્વારા એબીવીપીએ સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, વિદ્યાર્થીઓના હિત સાથે કોઈપણ પ્રકારના બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.



Source link

Related Articles

Back to top button