વાવ-થરાદના ડોડગામે કરુણાંતિકા: તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોએ જીવ ગુમાવ્યો, મામાના ઘરે આવેલા ભાણેજોના મોતથી ગમગીની | Tragic Incident in Vav: Three Children Drown to Death in Village Pond

![]()
| પ્રતિકાત્મક તસવીર |
Vav Tharad News: બનાસકાંઠા જિલ્લાના વાવ-થરાદ પંથકના ડોડગામમાં એક દુઃખદ ઘટના બની છે. અહીં ગામના તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળકોના કરુણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં એક બાળક અને બે બાળકીઓએ જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ, આ ત્રણેય બાળકો મામાના ઘરે આવ્યા હતા, જ્યાં રમત-રમતમાં કાળ ભેટી ગયો હતો. મામાના ઘરે વ્હાલ સોયા ભાણેજોના મોતના સમાચાર મળતા જ સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોએ જીવ ગુમાવ્યો
ઘટનાની વિગતો એવી છે કે, તળાવમાં માસીનો દીકરો અચાનક પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. તેને ડૂબતો જોઈને તેને બચાવવા માટે અન્ય બે બહેનોએ તળાવમાં ઝંપલાવ્યું હતું, પરંતુ કમનસીબે પાણી ઊંડું હોવાને કારણે ત્રણેય બાળકો બહાર નીકળી શક્યા નહોતા અને ડૂબી જવાથી ત્રણેયના મોત થયા હતા.
આ પણ વાંચો: મહેસાણા: મીઠા-જોટાણા રોડ પર બાઈક અને ટેમ્પો વચ્ચે ટક્કર, ઘટનાસ્થળે જ 2 યુવકના કરૂણ મોત
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. એકસાથે ત્રણ-ત્રણ બાળકોના મોતથી પરિવાર પર આભ ફાટ્યું છે અને વાવ પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.



