गुजरात

દુબઈના ટુર પેકેજના નામે છેતરપિંડી કરતા ટ્રાવેલ્સ એજન્સી સામે ફરિયાદ | Complaint filed against travel agency for cheating in the name of Dubai tour package



Vadodara Fruad Case : વડોદરા માંજલપુર સાંઇ ચોકડી પાસે ઓમકાર દર્શન ફ્લેટમાં રહેતા અને ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા મુંબઈ પટેલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવવું છે કે ગત તારીખ 23-9-2025 માં અમારે પરિવાર સાથે દુબઈ ફરવા જવાનું હોય મારા મિત્રને વાત કરી હતી. કારણ કે તે અગાઉ દુબઈ જઈ આવ્યો હતો તેઓએ મને કેસી હોલીડે નામની પ્રાઇવેટ લિમિટેડ કંપની કે જેની ઓફિસ અમદાવાદ એક્સિસ બેન્ક પાસે હિમાલયા આરટેકમાં હતી. તેના માલિક કિરણ ચંદ્રકાંત ચૌહાણ તથા ઋષિ બારોટનો સંપર્ક કર્યો હતો. તેઓએ પાંચ રાત્રી અને છ દિવસની ટૂરના વ્યક્તિદીઠ 44 હજાર રૂપિયા જણાવ્યા હતા. મેં તેને ત્રણ વ્યક્તિના 1.32 લાખ રૂપિયા મોકલી આપ્યા હતા ત્યારબાદ મને જાણ થઈ હતી કે કેસી હોલીડેના માલિક કિરણ ચૌહાણે વડોદરા તથા અન્ય શહેરોમાં ટૂર પેકેજના નામે કરોડો ખંખેર્યા છે. જેથી મેં તેઓનો સંપર્ક કરવાની કોશિશ કરતા ફોન બંધ આવતા હતા.



Source link

Related Articles

Back to top button