गुजरात
મહુવાના ગાંધીબાગમાં સામું જોવા મુદ્દે છરી વડે હુમલો


મહુવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
ચાર શખ્સોએ ત્રણ યુવકોને માર મારી છરી વડે ઈજા પહોંચાડી ધમકી આપી
ભાવનગર – મહુવાના ગાંધીબાગમાં સામું જોવા મુદ્દે ત્રણ યુવકોને ચાર શખ્સોએ માર મારી છરી વડે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મહુવા પોલીસે ગુનો નોંધ્યો છે.
મહુવા ખાતે રહેતા સંદિપભાઈ શૈલેષભાઈ ચૌહાણે મહુવા પોલીસ મથકમાં જતીન કલ્પેશભાઈ ઉર્ફે લોમડી ચૌહાણ, ઉમેદ, ક્યુમ અને યાસિન વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી.



