गुजरात
આડેસર ગ્રામ પંચાયત ને ATVT થી બાકાત રાખવામાં આવ્યું એક પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી નહીં
આડેસર ગ્રામ પંચાયત સાથે ઓરમાયું વર્તન
આડેસર કચ્છ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
આડેસર ગામમાંથી રાપર તાલુકાના એકમાત્ર કચ્છ જિલ્લા પંચાયતના એકમાત્ર ચેરમેન આવતા હોય આડેસર ગામમાંથી બે બે તાલુકા પંચાયત ના સદસ્ય હોવા છતાં આડેસર ગ્રામ પંચાયત ને ATVT અને 15% વિવેકાધીન તેમજ અંગભુત ની અંદાજીત 3.5 કરોડ ગ્રાંટ માંથી એક રૂપિયા ની ફાળવણી નહિ
આડેસર સાથે ઓરમાયું વર્તન દાખવવામાં આવ્યું છે
આડેસર ગામ ને આવો અન્યાય કેમ?
અને કોણ કરી રહ્યું છે આ અન્યાય ?
આના માટે જવાબદાર કોણ ?
જે પણ હોય એ યાદ રાખે આ આડેસર છે
ઝુકશે પણ નહીં અને મુકશે પણ નહિ…. તેવું આડેસર ના સરપંચ અજયપાલસિંહ દ્વારા જણાવાયું હતું