गुजरात

‘ટિફિન બહારથી કેમ મંગાવો છો, હું બનાવી આપીશ,’ સામાન્ય વાતમાં આધેડે આવેશમાં આવીને પત્નીને માર્યો માર

અમદાવાદ: પતિ પત્નીના ઝઘડાઓ આજકાલ વધી રહ્યા છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો અમદાવાદ પોલીસનાં ચોપડે નોંધાયો છે. એક વૃદ્ધા તેના બેકાર પતિ વિરુદ્ધ આ પોલીસ ફરિયાદ  (FIR) નોંધાવી છે. મહિલાનું કહેવું છે કે, મારા પતિની ફરિયાદ હતી કે હું તેને ટાઈમે જમવાનું નથી બનાવી આપતી તેથી તેણે બહારથી ટિફિન મંગાવવાનું શરૂ કર્યું હતું. મને ચિંતા થતા તે પ્રેમ બતાવી કહ્યું કે, ક્યાં સુધી બહારનું જમશો હું બનાવી આપીશ તમને. આ વાતે પતિને ગુસ્સો આવી ગયો અને તેણેસ્વાભિમાની પણું બતાવતા કહ્યું કે, મારી ચિંતા કરવાની તારે જરૂર નથી તું તારુ કામ કર. હું મારી વ્યવસ્થા જાતે કરી લઇશ. આમ કહી પતિ આવેશમાં આવી ગયો અને પત્નીને માર માર્યો હતો. જેમાં પત્નીનું નાક તોડી નાખતા તેમાંથી લોહી નિકળવાં લાગ્યું હતું. જે બાદ મહિલાએ ફરિયાદ કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બોડકદેવ જજીસ બંગલો પાસે એક એપાર્ટમેન્ટમાં બેકાર પતિ અને દીકરી તથા દીકરા સાથે રહી અન્ય ઘરે જઈ રસોઈ બનાવવાનું કામ કરે છે. વૃદ્ધાનો પતિ કોઈ કામધંધો ન કરતો હોવા છતાંય સ્વાભિમાનીપણું બતાવી બહારથી ટિફિન મંગાવીને ખાય છે. પતિ અવાર નવાર ટાઈમે જમવાનું નથી બનાવતી તેમ કહી તકરાર કર્યા કરતો હતો. ગઈકાલે વૃદ્ધા તેમના પતિ પાસે જઈ હું તમને જમવાનું બનાવી આપું ક્યાં સુધી બહારથી મંગાવી ખાશો તેમ કહેતા તે આવેશમાં આવી ગયો હતો.

Related Articles

Back to top button