गुजरात

અમદાવાદઃ ‘તને પ્રેમ કરું છું તારા ફોટો જોઉં છું’, પુત્રવધૂ સાથે સસરાએ મર્યાદા ઓળંગી

અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીનો આક્ષેપ છે કે લગ્ન બાદ તેના સાસરે રહેવા ગઇ હતી. ત્યારબાદ તેની પાસે દહેજ માંગી તેને ત્રાસ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં સસરા અવારનવાર તેની છેડતી કરતા હતા અને બેડરૂમમાં આવી હું તને પ્રેમ કરું છું તું સાડીમાં સુંદર લાગે છે તારા ફોટા જોયા કરું છું તારા વગર રહેવાતું નથી જેવી વાતો કરી તેની છેડતી કરતા હતા. આટલું જ નહીં યુવતિ પિયરમાં ગઈ ત્યારે પણ સસરા એ ફોન ઉપર તારા વગર ગમતું નથી તારી બહુ યાદ આવે છે તેમ કહી તેની છેડતી કરી હતી. સમગ્ર મામલાને લઈ યુવતીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના નરોડા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી હાલ એક વર્ષથી તેના પિયરમાં રહે છે. વર્ષ ૨૦૨૧ મા વડોદરા ખાતે રહેતા એક યુવક સાથે તેના લગ્ન થયા હતા. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે રહેવા ગઇ હતી. સાસરે રહેવા ગયા બાદ લગ્નના થોડા સમય સુધી સાસરિયાઓએ સારી રીતે આ યુવતીને રાખી હતી. ત્યારબાદ સાસુ અને સસરા ઘરકામ બાબતે બોલાચાલી કરી કરિયાવર માં કઈ લાવી નથી તેમ કહી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. બાદમાં સાસુ-સસરા અમારા દીકરાને બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરાવ્યા હોત તો વધુ દહેજ લાવત આમ કહી માનસિક-શારીરિક ત્રાસ આપતા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close