गुजरात

યુવતીની છેડતી બાબતે યુવકે આપ્યો ઠપકો તો આરોપીએ કરી નાંખી હતી હત્યા, સુરત પોલીસે ગણતરીનાં કલાકોમાં કરી ધરપકડ

સુરતમાં ગુનાખોરીએ જાણે માઝા મૂકી હોય તેમ દરરોજ સવાર પડેને એક હત્યાની ઘટના સામે આવતી હોય છે ત્યારે  ગતરોજ પાંડેસરા વિસ્તારમાં પાણી પુરી ખાવા ગયેલી યુવતીની એક આરોપી દ્વારા છેડતી મશ્કરી કરવામાં આવી હતી. જે બાદ ત્યાં હાજર યુતવીનાં ભાઇ અને તેનાં મિત્રએ આરોપીને ઠપકો આપ્યો હતો. જેને લઇને યુવકે યુવતીના ભાઇ પર જીવલેણ હુમલો અને તેના મિત્ર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં મિત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું જોકે પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું સુરત છેલ્લા કેટલાંક દિવસથી હત્યાનાં કિસ્સાઓ ખુબજ વધી ગયા છે. દરરોજ સવાર પડે ને એક હત્યાની ઘટના સામે આવતી હોય છે જોકે કહેવાય તો કેટલાક દિવસથી કે દિવસમાં બે અથવા ત્રણ હત્યાની ઘટનાઓમાં સુરતમાં બની રહી છે ત્યારે વધુ એક હત્યાની ઘટના સામે આવતા શહેરમાં ચકચાર સાથે ભયનો માહોલ ફેલાઈ ગયો છે. સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં મોડી રાત્રે હત્યાની ઘટના સામે આવી હતી ગણેશ નગર પાસે આવેલી પાણીપુરીની લારી ઉપર એક યુવતી પાણીપુરી ખાવા પહોંચી હતી તે સમયે આ જ વિસ્તારમાં રહેતો અને માથાભારે ઇસમની છાપ ધરાવતો રોહીત યાદવ પણ આ પાણીપુરીની લારી પર નાસ્તો કરવા પહોંચ્યો હતો આ સમયે રોહીત યાદવ યુવતિની છેડતી અને મશ્કરી કરી હતી.

સુરતનાં પાંડેસરા પોલીસ મથકનાં એસપી આર એલ માવાનીએ જણાવ્યું હતું કે, છેડતી સમયે યુવતી જ્યોતિનો ભાઈ અને તેનો મિત્ર રાહુલ ઠાકોર પણ ત્યાં પહોંચી ગયા હતા અને યુવતિની મશ્કરી કરતા અને રાહુલ ઠાકોર દ્વારા રોહિત યાદવને ઠપકો આપવામાં આવ્યો હતો જેને લઇને રોહિત યાદવ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલા જયપુરી ચપ્પુથી જીવલેણ હુમલો કરી દીધો હતો આરોપી યુવાને રાહુલ ઠાકોરનાં પેટના ભાગે ચપ્પુ મારતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું.

Related Articles

Back to top button