ઉપલેટા : દીકરીના પ્રેમ લગ્નથી નારાજ પિતાને બદલો લેવો ભારે પડ્યો, આપી હતી 50 હજારમાં સોપારી
જેતપુર : સમાજ અને કુટુંબ જયારે પ્રેમનું દુશ્મન થાય ત્યારે તે દુશ્મની લાંબો સમય ચાલે છે અને તેમાં યુદ્ધ જેવી સ્થિતિ પણ સર્જાય છે, આવી જ એક ઘટના છે ઉપલેટાની કે જ્યાં પુત્રીએ પ્રેમ લગ્ન કર્યા અને તેનો પરિવાર તેનો અને તેના સાસરી વાળાનો દુશમન બની બેઠો અને દીકરીના સાસરી વાળાને મારવા માટે 50 હજારની સોપારી આપી. કોણ છે આ પ્રેમના દુશ્મનો કોણે કરાવ્યો દીકરીના સાસરીવાળા ઉપર હુમલો જોઈ એ આ રિપોર્ટમા .
ઉપલેટાના ડુમિયાંણી ગામમાં એક ઘટના બની કે જેમાં ગામના રહેવાસી એવા ભુપતભાઇ મોહનભાઇ ઉપર વાંકાનેરનાં 3 અને ડુમિયાંણી ગામના 1 વ્યક્તિ એ હુમલો કરીને પગ ભાંગી નાખ્યા અને ઉપલેટા પોલીસમાં ફરિયાદ થઇ જેની તપાસમાં જે હકીકત સામે આવી તે ચોંકાવનારી હતી. વાતછે ઉપલેટા તાલુકાના ડુમિયાંણી ગામની. આજ થી 2 વર્ષ પહેલા ડુમિયાંણીમાં રહેતા જીગ્નેશ અમૃતિયાને ડુમિયાંણીમાં જ રહેતી મનીષા રાજેશભાઈ મણવરની સાથે પ્રેમ થયો હતો, જીગ્નેશના ઘરેથી આ પ્રેમ સબંધ માટે કોઈ વાંધો નહતો પરંતુ જેમ ફિલ્મમાં હોય છે તેવી રીતે જ છોકરીના પિતાને આ પ્રેમ સબંધથી વાંધો હતો આમ છતાં જીગ્નેશ અને મનીષાએ કોર્ટમાં જઈ ને લગ્ન કરી લીધા હતા અને તેઓ ડુમિયાંણી છોડીને મોરબી રહેવા જતા રહ્યા હતા.