गुजरात

વણશોધાયેલ લુંટનો ગુનો શોધી આરોપી પકડી તમામ મુદ્દામાલ તથા ચોરી કે છળકપટથી મેળવેલ મોબાઇલો રીકવર કરતી ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ

ગાંધીધામ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

મે , પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા શ્રી મયુર પાટીલ સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ – કચ્છ ગાંધીધામ નાઓએ પુર્વ – કચ્છ જીલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ અંજાર વિભાગમાં મીલ્કત સબંધી વણશોધાયેલ ગુનાઓ શોધવા સુચના આપેલ હોય અને ગાંધીધામ એ – ડિવીઝન પો.સ્ટે . એ.ગુ.ર.નં ૧૩ ૮૭/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૯૨ , ૫૦૬ ( ૨ ) , ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો લુટનો વણશોધાયેલ ગુનો રજીસ્ટર થયેલ હોય પોલીસ ઇન્સપેક્ટર ડી.એમ.ઝાલા નાઓને હ્યુમન શોર્સ તથા ટેક્નીકલ સર્વેલન્સની મદદથી મળેલ બાતમી આધારે ગાંધીધામ ચુંગીનાકાથી આરોપીને મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . પકડાયેલ આરોપી – દિલીપ ઉર્ફે દિપો રામજી મકવાણા ( કોલી ) ઉ.વ ૨૨ રહે . નવીસુંદરપુરી તૈયબા મજીદ પાસે ગાંધીધામ . મુળ રહે.શિરાનિ વાઢ તા . રાપર પકડવાનો બાકી આરોપી – યાસીન રહે . ગાંધીધામ બસ સ્ટેન્ડ કબજે કરેલ મુદ્દામાલની વિગતઃ ( ૧ ) મોબાઇલ ફોન નંગ ૦૭ કિ.રૂ .૮૯,૯૯૦ / ( ર ) હોન્ડા લીવો મો.સા નં જી.જે.૧૨.એ.ઇ .૧૧૮૭ કિ.રૂ .૪૦,૦૦૦ / ( 3 ) એક છરી કિ.રૂ .૦૦ / ૦૦ કુલ કિ.રૂ .૧,૨૯,૯૯૦ / આરોપીઓનો એમ.ઓ : ઉપરોકત આરોપીઓ રાત્રીના અંધારાનો લાભ લઇ રાહદારીઓને છરી બતાવી મોબાઇલ તથા રોકડા રૂપીયા લુંટ કરવાની એમ.ઓ ધરાવે છે . શોધાયેલ ગુનો ગાંધીધામ એ – ડિવીઝન પો.સ્ટે . એ.ગુ.ર.નં ૧૩૮૭/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૪૫૭ , ૩૮૦ મુજબ . ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઝાલા તથા ગાંધીધામ એ – ડિવીઝન પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે .

Related Articles

Back to top button