गुजरात

ગુજરાતીઓએ ઠંડી માટે જોવી પડશે રાહ, ગુરૂ અને શુક્રવારે માવઠાની શક્યતા

22 નવેમ્બરથી 8 ડિસેમ્બર સુધીમાં ત્રણ વાવાઝોડા સક્રિય થયા છે. જોકે, વાવાઝોડાની અસર ગુજરાતને થઈ નથી.પરંતુ વાવાઝોડાના કારણે પવનની દિશા બદલાઇ ગઇ છે. સામાન્ય રીતે ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડતી હોય છે. પરંતુ ડિસેમ્બર મહિનાનું એક સપ્તાહ પૂર્ણ થવા આવ્યું છે. તેમ છતાં પણ શિયાળાની ઠંડીનો અહેસાસ થતો નથી. કારણ કે, પવન દક્ષિણ પૂર્વ દિશામાંથી ફૂંકાઇ રહ્યા છે. જેના કારણે સામાન્ય કરતા તાપમાન ઊંચું નોંધાયું છે.

ડિસેમ્બર મહિનામાં સામાન્ય રીતે તો ઉત્તર તરફના પવન ફૂંકાવવાના શરૂ થઈ જતા હોય છે. પરંતુ હજી પણ ઉત્તર તરફના પવન ફૂંકાતા નથી. ડિસેમ્બર મહિનામાં નલિયાના તાપમાનનો પારો ગગડવા લાગે છે. પરંતુ મહત્તમ તાપમાન તો ઊંચું છે પરંતુ લઘુતમ તાપમાન 14 નોંધાયું છે.

વાતાવરણમાં આવશે પલટો

શિયાળાની ઠંડીનો અહેસાસ તો થતો નથી. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારો, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના એકાદ વિસ્તારના વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોકટર જ્યંત સરકારે જણાવ્યું છે કે, 10 અને 11 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાતાવરણ પર અસર થશે અને ગીર સોમનાથ, ભાવનગર, સુરત, વડોદરા, પંચમહાલ, દાહોદ અને આણંદ જિલ્લામાં છુટા છવાયા વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે.

Related Articles

Back to top button