गुजरात

અમદાવાદ: શું તમને ખબર છે શહેરના પૂર્વ અને પશ્ચિમના તમામ વિસ્તારોમાં સાઇકલ ટ્રેક છે?

અમદાવાદ: સાબરમતી નદીનાં બે ભાગમાં વહેંચાયેલાં અમદાવાદમાં સાઇકલ સવારો માટે સાઇકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે. તમને માનવામાં નહીં આવે પરંતુ દરરોજ આશરે 50 થી 60 હજાર લોકો સાઇકલ ચલાવવા માટે જાગૃત્ત બન્યા છે. લૉકડાઉન બાદ લોકો સાઇકલ લઈને નિયત સ્થળ પર જવાનું વધારે પસંદ કરી રહ્યા છે. જોકે, અમદાવાદમાં સાઇકલ ટ્રેક હોવા છતાં કોઈ પણ તેનો ઉપયોગ કરતા નથી. આ તમામ વિસ્તારોની તપાસ ન્યૂઝ 18 ગુજરાતીએ કરી હતી.

સૌ પહેલા શ્યામલથી પ્રહલાદનગર જવાના રસ્તે તપાસ કરી તો ખબર પડી કે પ્રહલાદનગરથી આનંદનગર તરફ જવાના રસ્તા પર સાઇકલ ટ્રેક બનાવવામાં આવ્યો છે. આ સાઇકલ ટ્રેક એવો છે કે કોઈપણ વ્યક્તિને જોઈને વિચારતો થઈ જાય. જોકે, તેના માઈનસ પોઈન્ટ તેની ડિઝાઈન છે. કોઈ પણ ટુ વ્હીલર સાઇકલ ટ્રેકમાં આવે નહીં તે માટે અહીં બોલાર્જ લગાવવામાં આવ્યા છે પરંતુ આ બોલાર્જ સાઇકલ સવાર માટે જ માથાનો દુઃખાવો છે. વચ્ચે અચાનક થોડાં થોડાં અંતરે મૂકેલા બોલાર્જને કારણે સાઇકલની સ્પીડ ઘટી જાય છે.

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં સાબરમતી પાવર હાઉસથી લઈને ચાંદખેડા સુધી સાઇકલ ટ્રેક જોવા મળે છે, પરંતુ અહીં હાલત એ હતી કે ક્યાંક પાર્કિગ કરેલું હતું તો કેટલાંક લોકો અહીં રિક્ષા રિપેરિંગ કરતાં હતા. પરિણામે સાઇકલ સવારે રોડ પરથી પસાર થવું પડે છે. સાબરમતી પાવર હાઉસ પાસે મેટ્રોનું કામકાજ ચાલતું હોવાથી કોઈને ખ્યાલ જ નથી કે આ સ્ટેન્ડ પર કોઈ સાઇકલ ટ્રેક પણ છે.

Related Articles

Back to top button