गुजरात

દહેગામ શહેરમાં વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. 2 પુરુષ સહીત 1 મહિલા

Anil Makwana

દહેગામ

દહેગામ શહેરમાં આવેલ દિવ્યશક્તિ ઘર no 2 સોસાયટીમાં ૫૭ વર્ષીય પુરુષ જે જીંડવાની શાળામાં શિક્ષક છે તે કોરોના પોઝિટિવ આવ્યા, સહજાનંદ રેસીડેન્સી માં 45 વર્ષીય મહિલા જે ઘરકામ કરે છે તે કોરોના પોઝિટિવ આવ્યા, ત્યારે અનુરાધા સોસાયટીમાં રહેતા 43 વર્ષીય પુરુષ જે મેડિકલ રિપ્રેજીનટીવ છે તે પણ કોરોના પોઝિટિવ નોંધાયા. દહેગામમાં જોવા જઈએ તો સરકારી પોર્ટલ પર નોંધાયેલા કેસની સંખ્યા 21 છે. ત્યારે અન્ય ચાર કેસ હજુ પોર્ટલ પર નોંધાયા નથી એમ કરી અત્યાર સુધી કુલ 25 કેસ દહેગામ શહેરમાં નોંધાઈ ચૂક્યા છે.

Related Articles

Back to top button