गुजरात
વડોદરાના અટલાદરામાં નારાયણ વાડી રોડ પર વહેલી સવારે અકસ્માતમાં બાઈક સવારનું મોત | Biker dies in early morning accident on Narayan Wadi Road in Atladara Vadodara

![]()
Vadodara Accident : પશ્ચિમ બંગાળમાં રહેતો 28 વર્ષનો અવિષેક અશોકભાઈ ગુપ્ત વડોદરામાં અટલાદરા બિલ રોડ પર ઓરો રેસીડેન્સીમાં રહેતો હતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. આજે સવારે પાંચ વાગે પોતે બાઈક લઈને ચા પીવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન અટલાદરા નારાયણ વાડી નજીક સામેથી આવતા ટેમ્પા સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં અવિષેકને ગંભીર ઈજા થતા મોત નિપજ્યું હતું. અટલાદરા પોલીસે તેનો મૃતદેહ પીએમ માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપી તેના પરિવારજનોને વતનમાં જાણ કરી હતી. એના પરિવારજનો વડોદરા આવવા માટે નીકળી ગયા છે તે દરમિયાન તેના મૃતદેહને કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યો છે.


