गुजरात

બે વર્ષ પહેલા ખરીદેલા ૨૦૦ તરાપા ભંગારની હાલતમાં | 200 rafts purchased two years ago are in a dilapidated condition



વડોદરાબે વર્ષ અગાઉ શહેરમાં આવેલા પૂર પછી કોર્પોરેશને ૩૦ લાખના ખર્ચે ખરીદેલા તરાપા પૈકી મોટાભાગના  ભંગાર  હાલતમાં છે. ચોમાસુ આવવાની તૈયારી છે. ત્યારે હજી તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ નથી.

વર્ષ – ૨૦૨૪ માં વડોદરા શહેરમાં પૂર  આવતા ઠેર – ઠેર જળબંબાકાર થયો હતો. તે સમયે કોર્પોરેશન દ્વારા દરેક  ઝોન માટે ૫૦ મળી કુલ ૨૦૦ તરાપાની ખરીદી કરવામાં આવી હતી. પૂર ઓસર્યા  પછી અને ચોમાસાએ વિદાય લીધા પછી આ તરાપા વોર્ડ ૧૧ દીવાળીપુરા કચેરીની  પાછળ તથા વોર્ડ ૧૭ સિંધવાઇ માતા રોડની કચેરીની પાછળ ખુલ્લામાં મૂકી દેવામાં આવ્યા હતા. જેના કારણે મોટાભાગના તરાપાઓ ભંગાર હાલતમાં થઇ ગયા છે. ચિંતાની વાત એ  છે કે, હાલમાં ચોમાસુ દસ્તક દઇ રહ્યું છે. ત્યારે કોર્પોરેશનના તંત્ર પાસે તરાપા પરતી સંખ્યામાં નથી.



Source link

Related Articles

Back to top button