પાણવી ગામ નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે 3 શખ્સ ઝબ્બે | 3 people arrested with car loaded with foreign liquor near Panvi village

![]()
દારૃ ચોર ખાનામાં છુપાવી હેરાફેરી કરતા હતા
લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૃ કાર મોબાઈલ મળી રૃ.૪.૨૫ લાખનો મુદામાલ
કબજે લીધો
ભાવનગર – બરવાળા વલભીપુર
રોડ પર આવેલા પાણવી ગામ નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચ
ત્રણ શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો
હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, કાર નં. જીજે-૧૮-બીજે-૩૫૩૨ માં
ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૃનો જથ્થો લઇ બરવાળા તરફથી વલ્લભીપુર તરફ
આવે છે. જે બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી કારની અંદર બનાવેલ ચોર
ખાનાની તલાશી લેતા વિદેશી દારૃની બોટલો ૫૨૮ રૃ ૯૦,૨૮૮ ની મળી
આવતા પોલીસે મોસીન મહમદભાઈ લાખાણી, તોસીફ ઈકબાલભાઈ લાખાણી,શબ્બીર ભીખુભાઈ શેખને વિદેશી દારૃ, કાર ,મોબાઈલ મળી રૃ.૪,૨૫,૨૮૮ સાથે
ઝડપી લઇ ત્રણેય વિરૃધ્ધ વલ્લભીપુર પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


