दुनिया

ભારતીય મહિલા અપર્ણા રાજે વોશિંગ્ટનમાં ચૂંટણી જીતી | Indian woman Aparna Raj wins election in Washington



– ભાડુઆતોના અધિકારોના મુદ્દે વિજય મેળવ્યો

– રાજેએ પાંચ ઉમેદવારોને હરાવીને વોર્ડ-1માં ચૂંટણી જીતવામાં સફળતા મેળવી 

વોશિંગ્ટન : બિનનિવાસી ભારતીય કુટુંબની પુત્રી અને પહેલી વખત ચૂંટણી લડી રહેલી અપર્ણા રાજે વોશિંગ્ટન ડીસીમાં વોર્ડ-૧ કાઉન્સિલ સીટ માટે ડેમોક્રેટિક પ્રાઇમરી ચૂંટણી જીતી લીધી છે. આ વિજય સાથે તે છેલ્લા ત્રણ દાયકામાં વોર્ડ-૧ની પહેલી પ્રતિનિધિ બનવા તરફ અગ્રેસર છે. 

રેન્ક્ડ ચોઇસ વોટિંગ સિસ્ટમ હેઠળ થયેલી મતગણનાના ચોથા રાઉન્ડમાં અપર્ણા રાજને ૫૨ ટકા મત મળ્યા. ૩૨ વર્ષીય અપર્ણા રાજ હવે ડી.સી. કાઉન્સિલની સૌથી યુવાન સભ્ય બનવાની તૈયારીમાં છે.

વોર્ડ-૧માં કોલંબિયા હાઈટ્સ, એડમ્સ મોર્ગન, માઉન્ટ પ્લેઝન્ટ, શો, યૂ સ્ટ્રીટ, પાર્ક વ્યૂ, કાલોરમા, હાર્વર્ડ યુનિવર્સિટી અને લેડ્રોઇટ પાર્ક જેવા વિસ્તાર સામેલ છે.એકપ્રોગ્રેસિવ પોલિસી એડવોકેસી ગુ્રપમાં કમ્યુનિકેશન્સ મેનેજર તરીકે કાર્યરત અપર્ણા રાજે રાજકીય કારકિર્દીનો પ્રારંભ ભાડૂઆતોના અધિકારો માટે કામ કરનારા આયોજક તરીકે કરી હતી. અપર્ણા પોતે જ ભાડાના ઘરમાં રહે છે. તેનું કહેવું છે કે સ્થાનિક સરકારમાં ભાડૂઆતોનું પ્રતિનિધિત્વ વધવું જોઈએ. 

તેમણે આ વર્ષના પ્રારંભમાં ઓપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ સમયે કાઉન્સિલમાં ફક્ત બે જ સભ્ય ભાડૂઆત છે. બહુ ઓછા લોકો ભાડુઆતોની અસ્થિરતા અને તકલીફોને સમજે છે. તેમના ચૂંટણી અભિયાનનું મુખ્ય ફોકસ મોંઘવારી, મકાન અને નોકરિયાત કુટુંબોને સમર્થન આપવાનું રહ્યુ. તેમની મુખ્ય યોજનાઓમાં ભાડાં પર નિયંત્રણ, ફ્રી ચાઇલ્ડકેરની દિશામાં પગલું અને લઘુત્તમ વેતન વધારી પ્રતિ કલાક ૨૫ ડોલર કરવાનો સમાવેશ થાય છે. તેમણે પાંચ ઉમેદવારોને હરાવીને ચૂંટણી જીતી હતી. 



Source link

Related Articles

Back to top button