વધુ ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓને એફવાયમાં પ્રવેશ આપવાની કોમર્સ ફેકલ્ટીની તૈયારી | commerce faculty of msu is ready to give admission to more 800 students

![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં એફવાયબીકોમમાં પ્રવેશ માટેની કાર્યવાહી હજી ચાલુ રહેવાની છે.બીકોમની જગ્યાએ બીકોમ ઈન બિઝનેસ ઓપરેશન કોર્સ માટે જીકાસ પર ભૂલથી ફોર્મ ભરી દેનારા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના પોર્ટલ પર બીકોમની એન્ટ્રન્સ એક્ઝામ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.આવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે ફેકલ્ટીએ તૈયારી બતાવી છે.
ફેકલ્ટી ડીન પ્રો.પ્રજ્ઞોશ શાહે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે, જેઓ વડોદરા શહેર-જિલ્લાના રહેવાસી છે, જેમના ધો.૧૨માં ૪૫ ટકા માર્કસ છે, જેમણે પ્રવેશ પરીક્ષા આપી છે અને પહેલા રાઉન્ડ પહેલા રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેવા લગભગ ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ છે.આવા વિદ્યાર્થીઓ પાદરા કોલેજમાં એફવાયબીકોમમાં પ્રવેશ લેવા માગતા હોય તો તેમના માટે તા.૧૮ ના રોજ મેઈન બિલ્ડિંગ ખાતે સવારે નવ વાગ્યાથી ઓન ધ સ્પોટ એડમિશન કાર્યવાહી કરાશે.જો આ તમામ વિદ્યાર્થીઓ પ્રવેશ લે તો એફવાયબીકોમમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૭૫૦૦ પર પહોંચશે.
સાથે સાથે તેમણે કહ્યું હતું કે, બીકોમ ઈન બિઝનેશ ઓપરેશન કોર્સમાં ૮૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે.આ સિવાય જો બીજા કોઈ પણ વિદ્યાર્થીને આ કોર્સમાં પ્રવેશ લેવો હોય તો તેમના માટે પણ તા.૧૮ જૂને પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે.



