गुजरात

મેટ્રિમોનિયલ સાઇટ પરથી હનીટ્રેપ કરી યુવકને લૂંટી લેનાર યુવતીઅને તેનો બોય ફ્રેન્ડ જેલમાં,ડિવોર્સી પતિ ફરાર | woman and boy friend sent to jail in honey trap case



વડોદરાઃ મેટ્રિમોનિયલ સાઇટ પરથી યુવકની હની ટ્રેપ કરી લૂંટી લેવાના બનેલા બનાવમાં ગોત્રી પોલીસે યુવતી અને તેની સાથે લીવ ઇન રિલેશનશિપમાં રહેતા બોયફ્રેન્ડને જ્યુ.કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

વડોદરા નજીકના ગામમાં રહેતા ૩૪ વર્ષના યુવાને મેટ્રિમોનિયલ સાઇટ પર પોતાની પ્રોફાઇલ મૂકી હતી,જેથી અઢીવર્ષથી ભાયલીમાં ભાડાના ઘરમાં રહેતી દિલ્હીની પુનમ ઉર્ફે સાનિયા સાથે યુવકનો સંપર્ક થયો હતો.ચાર દિવસ પહેલાં યુવતીએ યુવાનને ભાયલીના એકાંતવાળા વિસ્તારમાં બોલાવ્યા બાદ  બે સાગરીતોને બોલાવી લેતાં યુવક પર્સ,મોબાઇલ અને કાર મૂકીને ફરાર થઇ ગયો હતો.

પોલીસે સીસીટીવી કેમેરાનુે ચેકિંગ કરી પુનમ ઉર્ફે સાનિયા તેમજ તેના બોય ફ્રેન્ડ વિરેન્દ્ર બાલેશ્વર સુખીસિંગની ધરપકડ કરી હતી.બંનેના રિમાન્ડ પુરા થતાં આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.પોલીસે કાર તેમજ પર્સ કબજે કર્યા હતા.

ગોત્રીના પીઆઇ એચબી ચાવડાએ કહ્યું હતું કે,આ બનાવમાં મોબાઇલ લઇને ફરાર થઇ ગયેલા ત્રીજો યુવકનું નામ રાજેશ તારાચંદ શર્મા હોવાનું ખૂલ્યું છે.જે યુવતીનો ડીવોર્સી પતી હોવાનું જાણવા મળ્યું છે.પોલીસ ઉપરોક્ત ટોળકીની વધુ વિગતો મેળવી રહી છે.



Source link

Related Articles

Back to top button