दुनिया

ટ્રમ્પે યુદ્ધ ખતમ કર્યાની જાહેરાત કર્યા બાદ ઈરાનનું આવ્યું મોટું નિવેદન, દુનિયાએ લીધા રાહતના શ્વાસ | World Breathes Easier as Iran Reacts to Trump’s Ceasefire Announcement



Iran and USA War Updates: મિડલ ઈસ્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા ભીષણ સંઘર્ષનો અંત આવી રહ્યો હોય તેવા સંકેતો મળી રહ્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અચાનક કરવામાં આવેલી શાંતિ કરારની જાહેરાત બાદ હવે ઈરાન તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ આ કરારની પુષ્ટિ તો કરી છે, પરંતુ સાથે જ અમેરિકા સામે આકરી શરતો પણ મૂકી છે. આ ઘટનાક્રમ બાદ વૈશ્વિક સ્તરે યુદ્ધના વાદળો હટતાં દુનિયાએ રાહતનો શ્વાસ લીધો છે.

‘હોર્મુઝની ખાડી ટોલ-ફ્રી, જહાજો એન્જિન સ્ટાર્ટ કરે’: ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આ ડીલ અંગેની પ્રથમ સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે લખ્યું કે, ‘ઈરાન સાથેનો કરાર હવે પૂર્ણ થયો છે. આ ડીલમાં સામેલ તમામ પક્ષોનો હું આભાર માનું છું અને સૌને ખૂબ-ખૂબ અભિનંદન. હું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Hormuz Strait) ને ટોલ-ફ્રી ખોલવાની જાહેરાત કરું છું. આ સાથે જ હોર્મુઝની ખાડીમાંથી અમેરિકન નૌસેનાની ઘેરાબંધી પણ હટાવી લેવામાં આવશે. દુનિયાના તમામ જહાજો હવે પોતાના એન્જિન સ્ટાર્ટ કરી લે અને ક્રૂડ ઓઇલનો બિઝનેસ શરૂ થવા દે.’

આ પણ વાંચો: BIG BREAKING : 3 મહિના બાદ આખરે અમેરિકા-ઈરાન યુદ્ધ ખતમ કરવા તૈયાર, શુક્રવારે થશે હસ્તાક્ષર

ઈરાનનું મક્કમ વલણ 

ટ્રમ્પની જાહેરાત વચ્ચે ઈરાને પોતાનું વલણ અત્યંત મક્કમ રાખ્યું છે. ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ સ્પષ્ટ કર્યું છે કે આ કરારનો અર્થ અમેરિકા પર આંધળો વિશ્વાસ કરવો એવો બિલકુલ નથી. ઈરાને શરત મૂકી છે કે જો અમેરિકા પહેલા તેના પર લાગેલા આર્થિક પ્રતિબંધો હટાવે અને જપ્ત કરાયેલી ઈરાની સંપત્તિઓને મુક્ત કરે, તો જ તેઓ વાટાઘાટોના ટેબલ પર આગળ વધશે. ઈરાન પહેલા એ ચકાસશે કે અમેરિકા પોતાના વચનો પૂરા કરે છે કે નહીં.

19મી જૂને યોજાશે સત્તાવાર બેઠક

આ શાંતિ કરારને મૂર્ત સ્વરૂપ આપવા માટે આગામી શુક્રવાર, 19મી જૂનના રોજ બંને દેશોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળોના વડાઓ વચ્ચે એક સત્તાવાર બેઠક યોજાશે. આ બેઠકમાં આગામી વાટાઘાટોની રૂપરેખા અને ભવિષ્યના રોડમેપ અંગે ચર્ચા કરવામાં આવશે. હસ્તાક્ષર સમારોહ પૂર્ણ થયા બાદ આ ઐતિહાસિક કરારનો સંપૂર્ણ ટેક્સ્ટ સામાન્ય જનતા માટે જાહેર કરવામાં આવશે.

લાંબા સમય બાદ બંને મહાસત્તાઓ યુદ્ધના મેદાનમાંથી હટીને ટેબલ પર આવવા સંમત થઈ હોવાથી વૈશ્વિક બજાર અને ખાસ કરીને ક્રૂડ ઓઇલના વેપાર માટે આ ખૂબ જ મોટી રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા છે.



Source link

Related Articles

Back to top button