૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દેવા છતાંય વ્યાજખોરની ધમકી | Despite paying Rs 1 27 crore against Rs 1 25 crore the threat of usury continues

![]()
વડોદરા,આજવારોડ પર ૧૬.૫ ટકાના માસિક વ્યાજે રૃપિયા ધિરનાર આરોપી પાસેથી લીધેલા ૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ ચૂકવી દીધા હતા. પરંતુ, આ રકમ માત્ર વ્યાજ હોવાનું જણાવી વધુ મૂડીની માગણી વ્યાજખોર દ્વારા કરવામાં આવતી હતી.
આજવારોડ નવા રાત્રિ બજારની બાજુમાં શ્રી સિદ્ધેશ્વર હાઇટ્સમાં રહેતો શની દિનેશકુમાર પંચાલ મંજુસર જી.આઇ.ડી.સી.ની કંપનીમાં નોકરી કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું સ્ટોક માર્કેટ તથા ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટમેન્ટ કરૃં છું. અમારી સોસાયટીમાં રહેતા દેવાંગ અરવિંદભાઇ પટેલ લોકોને વ્યાજે રૃપિયા આપે છે. મારે રૃપિયાની જરૃર પડતા દેવાંગને વાત કરતા તેણે મને મહિને ૨ થી ૧૬.૫ ટકાના વ્યાજે રૃપિયા આપવાની વાત કરી હતી અને તેની સામે સિક્યુરિટી પેટે ચેક આપવા પડશે, તેવું જણાવ્યું હતું. દેવાંગે તેના પરિવારજનો, સગા અને મિત્રોના ખાતામાંથી મારા એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા. મેં તેની પાસેથી કુલ ૧.૨૫ કરોડ રૃપિયા વ્યાજે લીધા હતા. તેની સામે ૪૭ ચેક સિક્યુરિટી પેટે આપ્યા હતા. તેમજ બળજબરી પૂર્વક મારી પાસેથી ૧૧૫.૨૩ ગ્રામ વજનના દાગીના લીધા હતા. મેં ૧.૨૫ કરોડની સામે ૧.૨૭ કરોડ રૃપિયા ચૂકવી દીધા હોવાછતાંય દેવાંગ એવું કહેતો હતો કે, તે હજી વ્યાજ જ ચૂકવ્યું છે, મૂડી હજી બાકી છે. દેવાંગ અવાર – નવાર રૃપિયાની ઉઘરાણી કરીધમકી આપે છે. તેની પત્ની પણ મારી પત્નીને કોલ કરીને રૃપિયાની માગણી કરી જણાવે છે કે, દેવાંગ દવા પીને મરી જશે. અમારી વિરૃદ્ધ માનસિક ત્રાસનો ગુનો દાખલ કરવાની ધમકી આપેે છે.


