गुजरात

દંખેડા-વાઘોડિયારોડ પર ડમ્પરે બાઇકને ટક્કર મારતા પતિ તેમજ પત્નીનું કરૃણ મોત | husband and wife dead in accident



વડોદરા, તા.14 વાઘોડિયા તાલુકાના દંખેડા ગામ પાસે એક ડમ્પરે બાઇકને ટક્કર મારતા વાઘોડિયા તરફ જતા પતિ અને પત્નીના કરૃણ મોત નિપજ્યા  હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ દંખેડા ગામમાં રહેતા ચન્દ્રકાંતભાઇ વસાવા (ઉ.વ.૫૦) એપોલો ટાયર કંપનીમાં નોકરી કરતા હતાં. આજે સાંજે તેઓ નોકરી પરથી નીકળ્યા બાદ પત્ની હંસાબેન (ઉ.વ.૪૫)ને સાથે લઇને બાઇક પર વાઘોડિયા જવા માટે નીકળ્યા  હતાં. તેઓ ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે પૂરપાટઝડપે જતા એક ડમ્પરે બાઇકને અડફેટમાં લેતા બાઇક ડમ્પરની નીચે ફસાઇ ગયું હતું અને તેના પર સવાર દંપતી ફંગોળાયું હતું.

અકસ્માતના પગલે લોકો ભેગા થઇ ગયા હતા અને ડમ્પરના પૈડા નીચે ચગદાઇ જતા સ્થળ પર જ ચન્દ્રકાંતભાઇનું મોત નિપજ્યું હતું જ્યારે પત્નીને ગંભીર  હાલતમાં સારવાર માટે ખસેડતા તેનું પણ મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવની જાણ થતાં જ વાઘોડિયા પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. આ બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ જતા ડમ્પર મૂકીને ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button