તરસાલી-પ્રા. શાળાથી સરદાર પટેલ સ્ટેચ્યુ વચ્ચેનો રસ્તો તા. 30મી સુધી ભારદારી વાહનો માટે બંધ | Tarsali Pr School to Sardar Patel Statue road closed for heavy vehicles till 30th

![]()
Vadodara Road Closure : વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં ચોમાસા પૂર્વે આરસીસી રસ્તાનું કામ ઝડપથી પૂર્ણ થાય તેને ધ્યાનમાં રાખી વાહનો માટે તારીખ 30 મી સુધી મુખ્ય રસ્તો બંધ રાખવા ની જાહેરાત કરવામાં આવી છે.
આગામી વરસાદી સીઝનના દિવસો હવે નજીકમાં છે. જ્યારે બીજી બાજુ અગાઉ જુદા જુદા કારણે ખોદાયેલા ખાડા હજી પુરાયા નથી છતાં પણ તરસાલી ગામ દ્વારકેશ ફાર્મથી નેશનલ હાઇવે સુધીના રસ્તામાં પુષ્ટિ નગર પ્રાથમિક શિક્ષણ શાળા થી સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી આરસીસી રોડ ક્યોરીંગ પિરિયડ હેઠળ હોવાથી આગામી સોમવાર, તા. ૧૫થી તા. ૩૦ સુધી ભારદારી વાહનો માટે પ્રવેશ બંધી રહેશે પરંતુ ટુ વ્હીલર સહિત લાઈટ મોટર વ્હીકલ્સ માટે રસ્તો ખુલ્લો રહેશે.
શહેરના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા કારણોસર અગાઉ ખોદાયેલા રસ્તાનું પુરાણ હજી બાકી છે જ્યારે બીજી બાજુ ચોમાસાની ઋતુના દિવસો હવે નજીકમાં છે ત્યારે તરસાલી જંકશન થી નેશનલ હાઈવે સુધીનો રસ્તો વાયડનિંગ કરીને ફૂટપાથ સહિત વિકસાવવાની કામગીરીમાં તરસાલી ગામ દ્વારકેશ ફાર્મ થી નેશનલ હાઈવે સુધીનો આરસીસી રોડ બનાવવાની કામગીરી છેલ્લા તબક્કામાં છે તરસાલી નેશનલ હાઈવે થી સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી આરસીસી રોડની કામગીરી પૂરી થઈ છે જેમાં પુષ્ટિ નગર પ્રાથમિક શાળા થી સરદાર પટેલ સ્ટેચ્યુ સુધીનો આરસીસી રોડ કયોરીંગ પિરિયડ હેઠળ છે. જેથી આગામી તા. ૧૫, સોમવારથી ભારદારી વાહનો માટે તા. ૩૦ દિવસ સુધી પ્રવેશ બંધી ફરમાવાઇ છે જ્યારે ટુ-વ્હીલર અને લાઈટ મોટર વિહિકલ સરળતાથી અવરજવર કરી શકશે. તેમજ દ્વારકેશ ફાર્મથી નેશનલ હાઈવે તરફ જતા અંદાજિત ૧૦૦ મીટર લંબાઈમાં કામગીરી પ્રગતિમાં છે. જેથી આ નોટિસને અનુસરવા કાર્યપાલક ઇજનેર રોડ શાખા દ્વારા જણાવ્યું હતું.



