કૈલાસ સોસાયટીમાં માતા-પુત્ર પર ત્રણ શખ્સનો પાઇપ ધોકાથી હુમલો | Three men attack mother and son with pipe in Kailash Society

![]()
ઇજાગ્રસ્ત માતા-પુત્રને હોસ્પિલે ખસેડવામાં આવ્યા
ભાવનગર– ઘોઘારોડ
વિસ્તારમાં આવેલ કૈલાસ સોસાયટીમાં પુત્રી સાથે થયેલી બોલાચાલીની ઠપકો આપવા ગયેલા
માતા-પુત્ર પર ત્રણ શખ્સે લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા
પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પુત્રી સાથે થયેલી બોલાચાલીનો ઠપકો આપવા ગયેલ માતા-પુત્રને માર મારી ધમકી
આપી
ઘોઘારોડ વિસ્તારમાં આવેલ કૈલાસ સોસાયટીમાં રહેતા હરેશભાઈ ભરતભાઈ દિહોરાના
બહેન ઘરે એકલા હતા ત્યારે પ્રવિણ ગોવિંદભાઇ દિહોરા બોલાચાલી કરી જતા રહેલ હતો. આ
બનાવ સંદર્ભે પ્રવીણને તેને હરેશભાઈની માતા નંદુબેન ઠપકો આપવા જતા જે વાત ગમતી વાત
ન હોય પ્રવિણ ગોવિંદભાઇ તથા રાજુ ગોવિંદભાઈ તથા મહેન્દ્ર જીવરાજભાઇએ લોખંડના પાઇપ
અને લાકડાના ધોકા હરેશભાઈ તેની માતા અને બહેનને ગંભીર પણે માર મારી ઈજા પહોચાડી
જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત માતા પુત્રને હોસ્પિટલમાં ખસેડવામાં
આવ્યા હતા. આ બનાવ સંદર્ભે હરેશભાઇએ ત્રણ શખ્સ સામે ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ
નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



