गुजरात

જામનગર પાલિકાની નવી સ્ટેન્ડિંગ કમિટી 12 સભ્યોની પ્રથમ બેઠક 11મીએ મળશે | first meeting of new Standing Committee of Jamnagar Municipality will be held on the 11th



Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી બાદ નવી રચાયેલી સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક આગામી તા. 11 જૂન, ગુરુવારે બપોરે 12.00 વાગ્યે સ્ટેન્ડિંગ કમિટી હોલ ખાતે યોજાનાર છે. નવા ચેરમેન ધીરેન્દ્ર મોનાણીના અધ્યક્ષસ્થાને મળનારી આ બેઠકમાં શહેરના વિકાસને લગતી અનેક મહત્વપૂર્ણ દરખાસ્તો પર વિચારણા કરવામાં આવશે.

ચાર મહિનાના વિરામ બાદ મળનારી આ બેઠકમાં શહેરના વોર્ડ નં. સહિત વિવિધ વિસ્તારોમાં લોકભાગીદારીથી સીસી રોડ, સીસી બ્લોક અને અન્ય માળખાગત સુવિધાઓના કામોને મંજૂરી આપવાનો એજન્ડા સામેલ છે. ઉપરાંત રોડ સ્વીપર મશીનના ઓપરેશન અને મેન્ટેનન્સ, ઇલેક્ટ્રિક સામગ્રીની ખરીદી, કોર્પોરેશનના ભંગારના વેચાણ, ફર્નિચર ખરીદી તેમજ સ્ટ્રીટ લાઇટોની ખરીદી સંબંધિત દરખાસ્તો પણ રજૂ કરવામાં આવશે.

બેઠકમાં હાલના સ્ટ્રીટ લાઇટ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટને વધુ ત્રણ મહિના માટે લંબાવવાની દરખાસ્ત પર પણ નિર્ણય લેવાશે. નવા ચેરમેન દ્વારા ચેર પરથી કેટલાક નવા વિકાસલક્ષી પ્રસ્તાવો પણ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

આ બેઠકનું સૌથી મહત્વનું આકર્ષણ વાલસુરા રોડ પર લાઈટીંગ સુવિધા ઊભી કરવાની દરખાસ્ત રહેશે. પોલિટેકનિક નજીકના રેલવે ફાટકથી લઈને બેડી પોર્ટ જંકશન સુધી લાખો રૂપિયાના ખર્ચે રોડ લાઈટો સ્થાપિત કરવાની યોજના કમિશનર દ્વારા રજૂ કરવામાં આવી છે. મંજૂરી મળ્યા બાદ આ સમગ્ર માર્ગ પર પ્રથમ વખત આધુનિક રોડ લાઈટોની સુવિધા ઉપલબ્ધ બનશે.

તાજેતરના સમયમાં વાલસુરા (બેડી બંદર) રોડ શહેરવાસીઓ માટે હરવા-ફરવા અને હવા ખાવાનું લોકપ્રિય સ્થળ બન્યું છે. ખાસ કરીને બેડી મરીન પોલીસ મથકની આસપાસ અને દરિયાકાંઠાના વિસ્તારમાં સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો પહોંચતા હોવાથી લાઈટીંગની સુવિધા સ્થાનિકો માટે રાહતરૂપ સાબિત થશે. રોડ પર પ્રકાશ વ્યવસ્થા ઊભી થતાં સુરક્ષા અને સુવિધામાં પણ વધારો થશે.



Source link

Related Articles

Back to top button