વડોદરાની યુવતીની જિંદગી સાથે ચેડાં, કેનેડામાં રહેતા પતિએ અમેરિકાના બિઝનેસ વિઝા હોવાનું કહી લગ્ન કર્યા | Husband living in Canada got married claiming to have US business visa

![]()
વડોદરાઃ કેનેડાના યુવક સાથે લગ્ન કરનાર વડોદરાની એક યુવતીને પતિ અને સાસરીયાનો વરવો અનુભવ થતાં તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફતેગંજ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પોલીસને કહ્યું છે કે,આણંદના મહર્ષિ સાથે રાજીખુશી થી લગ્ન થયા બાદ તે કેનેડા ગયો હતો અને તેના માતા-પિતા પણ વિદેશ ગયા હતા.મારા પિતાએ આપેલા દાગીના પણ સાસુએ લોકરમાં મુકવાના નામે રાખી લીધા હતા.લગ્નના અઠવાડિયામાં જ પતિએ તું ગમતી નથી,મારા મા-બાપના કહેવાથી લગ્ન કર્યા છે તેમ કહે ત્રાસ આપવા માંડયો હતો.
પરિણીતાએ કહ્યું છે કે,પતિએ કેનેડા જઇ ફાઇલ મૂકતાં વિઝા મળ્યા હતા અને હું મારા ખર્ચે કેનેડા ગઇ હતી.જ્યાં તેણે પોતાના ઘેર લઇ જવાને બદલે નણંદને ત્યાં રાખી ત્રાસ ગુજારવા માંડયો હતો.કેનેડા ગયા બાદ મને જાણ થઇ કે પતિ પાસે અમેરિકાના બિઝનેસ વિઝા છે જ નહિ.તેણે કેનેડાના પીઆર બનવા માટે મારા પિતા પાસે ૨ લાખ ડોલરની માગ કરી હતી અને છૂટાછેડાની નોટિસ આપી હતી.ન છૂટકે મારે વડોદરા પરત આવવું પડયું હતું.ફતેગંજ પોલીસે પતિ,સાસુ અને સસરા સામે ગુનો નોંધ્યો છે.



