૭૧ મોબાઇલ ફોન સાથે નેપાળી યુવક સહિત બે ઝડપાયા | Two arrested including a Nepali youth with 71 mobile phones

![]()
વડોદરા,દુમાડ ચોકડી પાસેથી ૭૧ મોબાઇલ ફોન સાથે એક નેપાળી સહિત બે શકમંદ મંજુસર પોલીસના હાથે ઝડપાઇ ગયા છે. મોબાઇલ ચોરીના હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
મંજુસર પોલીસને માહિતી મળી હતી કે,બે યુવકો ચોરીનામોબાઇલ ફોન વેચવા માટે નંબર પ્લેટ વગરના ટુ વ્હિલર પર વડોદરાથી સાવલી તરફ જવાના છે. જેથી,પોલીસની ટીમે વોચ ગોઠવીને (૧) વિક્રમ ઉર્ફે વીકો લાલજીભાઇ કોલી (રહે.સોનીયાપાર્ક સોસાયટી, પંચવટી પાસે, ગોરવા, મૂળ રહે. કચ્છ) અને (૨) અર્જુન રામાનંદ ચાઇ ( રહે. સંજયનગર, સમા મૂળ રહે. નેપાળ) ને ઝડપી પાડયા હતા. તપાસ દરમિયાન બંને પાસેથી જુદી જુદી કંપનીના કિંમતી મોબાઇલ ફોન મળી આવ્યા હતા. તપાસ દરમિયાન બંને પાસેથી મોબાઇલ ફોનના બિલ કે અન્ય પુરાવાઓ મળી આવ્યા નહતા. જેથી, પોલીસે બંને શકમંદ પાસેથી અંદાજે રૃ. ૭.૦૮ લાખના ૭૧ મોબાઇલ ફોન, મોપેડ સહિત ૮.૮૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.



