એપીકે ફાઇલ ડાઉન લોર્ડ કરતા યુવાનના ખાતામાંથી રૃ.1.98 લાખ ઉપડી ગયા | Rs 1 98 lakhs were withdrawn from the account of a young man who downloaded an APK file

![]()
ઇ –
મેઈલ પર રૃપિયા ડેબિટ ન થયા હોવાનો મેસેજ આવ્યો હતો
મેડિકલ
સ્ટોર ધરાવતા યુવાને મોબાઇલમાં આવેલી ફાઇલ ડાઉન લોર્ડ કરતા મોબાઈલ હેંગ થઈ ગયો હતો
ભાવનગર
– ભાવનગર શહેરના ઘોઘા રોડ ખાતે રહેતા અને
મેડિકલ સ્ટોર ધરાવતા યુવાનના મોબાઈલમાં આવેલી એપીકે ફાઇલ ડાઉન લોર્ડ કરતા યુવાનના
બેન્ક ખાતામાંથી રૃ.૧,૯૮ ઉપડી ગયા હતા.
ઘોઘારોડ
નારેશ્વર સોસાયટીમાં રહેતા અને મેડિકલ સ્ટોર ધરાવતા અરવિંદભાઈ ખાટાભાઈ ગોહિલ ગત ૧૨
ફેબ્આરી ૨૯૨૬ ના રોજ મેડિકલ સ્ટોર પર હાજર હતા તે દરમિયાન ફોનમાં એક એપીકે ફાઇલ
આવી હતી.અને અરવિંદભાઈએ આ એપીકે ફાઇલને ફોનમાં ઇન્સ્ટોલ કરતા ફોન અચાનક કંઈક
લોડીંગ થવા લાગ્યું હતું.અને બાદમાં અપડેટ થવા લાગેલ અને અરવિંદભાઈનું ઈ મેઈલ
મેડિકલ સ્ટોરના કોમ્યુટરમાં લોગીન હતું.જેમાં એક્સેસ બેન્કનો મેઇલ આવ્યો
હતો.અરવિંદભાઈએ આ મેઈલ ખોલીને જોતા એકાઉન્ટમાંથી રૃ.૪૯,૦૦૦ અને બીજા મેઇલ જોતા
૫૦,૦૦૦ ડેબિટ થયા નહતા.થોડી વાર બાદ ફોન નોર્મલ સ્થિતિમાં
શરૃ થઈ ગયો હતો.અરવિંદભાઈનો ફોન શરૃ થતાની સાથેજ મોબાઈલમાં ટેક્સ મેસેજ આવ્યો
હતો.અને એકાઉન્ટમાંથી રૃ.૪૯ હજાર અને ૫૦ હજાર ડેબિટ થઈ ગયા હતા.આમ એપીકે ફાઇલ
દ્વારા ફોનનો કોઈપણ રીતે એક્સેસ મેળવી અરવિંદભાઇના એકાઉન્ટમાંથી ૧,૯૮,૦૦૦ ઉપાડી લીધી હતી.આ બનાવ સંદર્ભે અરવિંદભાઈએ
અજાણ્યા ઇસમ વિરૃધ્ધ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.



