આંખો આંજતી LED લાઈટ બેધડક વાપરો અને પકડાવ તો રૂ. 1000 ભરો! | Use the eye catching LED light without hesitation and pay Rs 1000 if caught

![]()
ગુજરાતમાં વાહનોની જોખમી હેડલાઈટ મુદ્દે નિયમનું પોલંપોલ : રાજકોટ જિ.માં 4 માસમાં 1331 વાહનચાલકો પાસેથી દંડ વસુલ્યો પણ કોઈ સુધર્યું નહીં : અનધિકૃત લાઈટનું વેચાણ ચાલુ, વપરાશ ચાલુ
રાજકોટ, : કાયદામાં ફોર-ટુ વ્હીલર સહિત વાહનોમાં કંપની ફીટીંગ સિવાયની માન્ય લાઈટની જગ્યાએ વધુ વોલ્ટેજની કે સફેદ એલ.ઈ.ડી. લાઈટ વાપરવી ગેરકાયદે છે અને નિયમથી વધુ મહત્વની ગંભીર બાબત એ છે કે વાહનોમાં આવી આંખો આંજી દેતી લાઈટ ંગભીર જીવલેણ વાહનોના અકસ્માતનું જોખમ વધારે છે. પરંતુ, રાજકોટ,અમદાવાદ સહિત ગુજરાતમાં આવી લાઈટો સામે આર.ટી.ઓ. દ્વારા ચેકીંગ ઝૂબેશ કરાય છે તે અન્વયે પ્રાપ્ત વિગત મૂજબ લાખો રૂાપિયાની કાર ધરાવતા વાહનચાલક આવી લાઈટ સાથે પકડાય તો રૂ. 1000 રૂપરડીનો દંડ વસુલીને તે લાઈટ કબજે પણ કરાતી નથી, અર્થાત્ પકડાવ તો રૂ. 100 ભરીને નહીં તો એમને એમ લાઈટથી લોકોની આંખો આંંજવાનો પીળો પરવાનો આપી દેવાયો છે.
રાજકોટ જિલ્લામાં આર.ટી.ઓ. દ્વારા ચાલુ વર્ષમાં ગત ફેબ્રુઆરીમાં 275, માર્ચમાં 464, એપ્રિલમાં 293 અને ગઈકાલે પૂરા થતા મે માસમાં 299 સહિત ગત ચાર માસમાં 1331 વાહનોને સફેદ એલ.ઈ.ડી.લાઈટ સાથે પકડયા હતા અને દરેક પાસેથી રૂ. 1000 લેખે રૂ. 13.31 લાખનો દંડ વસુલ્યો હતો પરંતુ, આજે પણ શહેરમાં અને હાઈવે પર અસંખ્ય વાહનો છૂટથી આવી લાઈટો વાપરતા નજરે પડયા હતા.
ચોંકાવનારી વાત એ છે કે આ લાઈટ અનધિકૃત છે અને તે કારણે જ દંડ વસુલાય છે છતાં આ લાઈટોનું વેચાણ સરકાર દ્વારા છૂટથી થવા દેવાય છે, ત્યાં કોઈ દરોડા પાડતું નથી. તો બીજી તરફ, અગાઉ મોટરસાઈકલોમાં ઘોંઘાટ (અવાજ પ્રદુષણ) કરતા સાયલન્સરો ફીટ કરાતા આવા આશરે 300 વાહનોમાંથી આવા સાયલન્સરો જ જપ્ત કરીને તેનો નાશ કર્યો હતો. આમ, પણ કાયદાની સાદી સમજ મૂજબ જે વસ્તુ ગેરકાયદે છે તે વપરાશમાં રહેવા દઈ શકાય નહીં. પરંતુ, એલ.ઈ.ડી.લાઈટથી પ્રકાશ પ્રદુષણ વધી રહ્યું છે, અકસ્માતનુંં સ્વાભાવિક જોખમ સર્જાય છે છતાં સરકાર આવા પગલા કોના માટે નથી લેતી તે સવાલ જાગ્યો છે.


