આજે બપોરે 12.44 કલાકે સૂરજદેવ મધ્યાહને આવતા પડછાયો અદ્રશ્ય થશે | Today at 12 44 pm the shadow of the sun will disappear as it approaches noon

![]()
ઝીરો શેડો ડેની ઘટના વર્ષમાં બે વખત જોવા મળે રાજકોટ 22.3 અંશ ઉત્તર અક્ષાંશ અને 70.78 પૂર્વ રેખા ઉપર આવેલું છે : ૯ જુલાઇએ પણ ઝીરો શેડો ડે
રાજકોટ, : સામાન્ય રીતે લોકો ખગોળ વિજ્ઞાાનને સમજી શક્યા નથી. અમાસ, ચંદ્ર ગ્રહણ અને સૂર્યગ્રહણની ઘટનાઓમાં મહ્દઅંગે જાગૃત્તિ આવી છે પરંતુ ‘ઝીરો શેડો ડે’ જેવી ઘટનાઓથી લોકો અજાણ છે. રાજકોટમાં આ વર્ષે ૨ જૂન અને ૯ જુલાઇના રોજ સૂરજ બરાબર માથા પર આવશે ત્યારે 10થી 20 સેકેન્ડ માટે પડછાયો અદ્રશ્ય થશે.
આ અંગે કહે છે કે, ‘ આજે વૈશ્વિક કક્ષાએ ઝીરો શેડો ઉજવવામાં આવે છે. મોટાભાગના લોકો આ દિવસ વિશે અજાણ હોય છે. સૂર્યની દક્ષિણ તરફની ગતિને અનુક્રમે ઉત્તરાયણ અને દક્ષિણાયન કહેવામાં આવે છે. પૃથ્વીના 23.4 અંશના ઝુકાવને લીધે જે સ્થળો 23.4 અંશ અક્ષાંશ ઉત્તરથી 23.4 અંશ અક્ષાંશ દક્ષિણ વચ્ચે આવેલા હોય. ત્યાં સૂરજ મધ્યાહન એટલે કે બરાબર માથા પર આવે ત્યારે પડછાયો દેખાતો નથી. આ ઘટના ઉત્તરાયણ અને દક્ષિણાયન બંને વખતે ઘટે છે. તેથી ઝીરો શેડોની ઘટના વર્ષમાં 2 વખત થાય છે. જે તે શહેર અને પ્રદેશમાં પડછાયો ન દેખાવાની તારીખ અને સમય તેના અક્ષાંશ આધારે નક્કી કરી શકાય છે. રાજકોટ 22.3 અંશ ઉત્તર અક્ષાંશ અને 70.78 પૂર્વ રેખાંશ પર આવેલું છે. તેથી 2 જૂન અને 9જુલાઇના રોજ સૂરજની મધ્યાહનની સ્થિતિ બપોરે 12.44 કલાકે 10થી 20 સેકેન્ડ માટે ઝીરો શેડો અનુભવી શકાશે. ઝીરો શેડો ડે નિમિત્તે પડછાયો સંપૂર્ણપણે અદ્રશ્ય થતો નથી તે બહુ નાના કદનો થઇ જતો હોવાથી જોઇ શકાતો નથી. આ ઉપરાંત ઝીરો શેડો ડે નિમિત્તે આખો દિવસ પડછાયો ન દેખાય એવી ગેરમાન્યતા છે.’

