સાઉથના એક્ટર યશે અલીબાગમાં 24 કરોડની પ્રોપર્ટી ખરીદી | actor Yash buys property worth Rs 24 crore in Alibaug

![]()
– કિહિમ બીચ પાસે વિશાળ પ્લોટ લીધો
– બોલિવુડ બાદ સાઉથના કલાકારોને પણ અલિબાગમાં પ્રોપર્ટી ખરીદવાનો ક્રેઝ
મુંબઇ : કન્નડ એક્ટર યશે મુંબઈ નજીક અલીબાગમાં પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે. અલીબાગમાં બોલિવુડમાંથી શાહરુખ ખાન સહિતના અનેક કલાકારોએ પ્રોપર્ટી ખરીદી વિશાળ ફાર્મ હાઉસ બનાવ્યાં છે. હવે યશ પણ તેમાં સામેલ થયો છે.
યશ અને તેની પત્ની રાધિકા પંડિતે ૫૨૮૯ ચોરસ મીટરનો પ્લોટ કિહિમ બીચ પાસે ખરીદ્યો છે. આ માટે તેમણે ૧.૪૪ કરોડ રુપિયા સ્ટેમ્પ ડયૂટી પેટે ચૂકવ્યા છે.
યશ તેની આગામી ફિલ્મ ‘ટોક્સિક’માં બોલિવુડના અનેક કલાકારો સાથે કોલબરેશન કરી રહ્યો છે. બોલિવુડમાં તેના વધતા જતા રસ સાથે તેણે મુંબઈ નિયમિત આવવા તથા એક ઈન્વેસ્ટમેન્ટ તરીકે પણ આ પ્રોપર્ટી ખરીદી હોવાનું મનાય છે.
અલીબાગમાં રણવીર અને દીપિકા પણ વિશાળ બંગલો ધરાવે છે. આ ઉપરાંત ક્રિતી સેનન તથા અનુષ્કા અને વિરાટ સહિતનાં સેલિબ્રિટીઓ પણ અહીં રોકાણ કરી ચૂક્યાં છે.
બીજી તરફ એક્ટર અક્ષય ખન્ના તો કાયમ માટે અલીબાગ જ વસવાટ કરવા જતો રહ્યો છે. બોલિવુડના નિર્માતાઓએ અક્ષયને સ્ક્રિપ્ટ સંભળાવવી હોય તો તેમણે તે માટે અક્ષયને મળવા અલીબાગ જવું પડે છે.



