બરોડા પ્રીમિયર લીગની સીઝન-2નો આજથી પ્રારંભ | Baroda Premier League Season 2 starts today

![]()
Baroda Premier League : બરોડા પ્રીમિયર લીગ (BPL) સીઝન-2નો આજે પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ સિઝનમાં એલેમ્બિક વોરિયર્સ, અમી સુપર એવેન્જર્સ, એ-4 પાવર સ્ટ્રાઈકર, ડાયમન્ડ ડેઝલર્સ અને પૃથ્વી પેન્થર્સ મેદાનમાં પોતાની પ્રતિભા દર્શાવશે. ટુર્નામેન્ટની તમામ મેચો BCA સ્ટેડિયમ, કોટાંબી ખાતે રમાશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં ગત સિઝનની ચેમ્પિયન એલેમ્બિક વોરિયર્સ ટીમ આજે પૃથ્વી પેન્થર્સ સામે મેદાનમાં ઉતરશે.
આ મેચનો પ્રારંભ બપોરે 2:30 વાગ્યે થશે. ત્યારબાદ દિવસની બીજી મેચમાં ગત સિઝનની રનર્સ-અપ અમી એવેન્જર્સ અને એ-4 પાવર સ્ટ્રાઈકર વચ્ચે મુકાબલો રમાશે. આ મેચનો પ્રારંભ સાંજે 7:30 વાગ્યે થશે. ટુર્નામેન્ટની બીજી મેચ, 2 જૂનના રોજ બપોરે 2:00 વાગ્યે ટોસ સાથે એલેમ્બિક વોરિયર્સ અને ડાયમન્ડ ડેઝલર્સ વચ્ચેની મેચ શરૂ થશે, ટુર્નામેન્ટના મુકાબલાઓ 14 જૂન સુધી ચાલુ રહેશે. આ પ્રસંગે કેન્યા ક્રિકેટ બોર્ડના પ્રમુખ ભાવેશ ગોહિલ ઉપસ્થિત રહેશે.



