મેમ્કો પાસે ૧૪ વાહનોમાં તોડફોડ કરીને આતંક મચાવતા લોકોમાં ભય | Ekkewe atake mwen mesen aramas pwe repwe efisata niuokkus

![]()
અમદાવાદ, શુક્રવાર
પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર ન હોય તેમ જાહેરમાં મારા મારી કરીને કરીને આતંક મચાવી રહ્યા છે. મેમ્કો પાસે બુકાનીધારી ૨૩થી વધુના ટોળાએ તકરારની અદાવતમાં ધોકા, પાઇપો સાથે ધસી આવીને કાર રિક્ષાઓ સહિત 14 વાહનોમાં તોડફોડ કરીને સમગ્ર વિસ્તારમાં આતંક મચાવતા લોકોમાં ભય ફેલાયો હતો. શહેર કોટડા પોલીસે 23 શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
મહિના પહેલાની તકરારમાં ટોળાએ વિસ્તારને બાનમાં લીધો
મધ્યપ્રદેશના વતની અને હાલ નરોડા રોડ ઉપર મેમ્કો પાસે ચાલીમાં રહેતા યુવકે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં દિપક ઉર્ફે રાવ સહિત ૨૩ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવકને એક મહિના પહેલા તકરાર થઇ હતી. જેને લઇને ચરસાચરસી ચાલતી હતી.
બે દિવસ પહેલા ફરિયાદી તેના મિત્રોને મળવા ગયો હતો ત્યારે મોડીરાત્રે મકાન માલીકે ફોન કરીને કેટલાક લોકો ફરિયાદીનું નામ લઇને આવ્યા હતા જેમાં કેટલાકે હાથમાં પાઇપ ધોકા સાથે મોંઢે રૃમાલ બાંધેલા હતા. આ લોકોએ ચાલીની બહાર પાર્ક કરેલા કારો તથા રિક્ષા, બાઇક સહિતના વાહનોમાં તોડફોડ કરી હતી. તોડફોડ કરનાર શખ્સોએ ફરિયાદી યુવકનું નામ લઇને ત્યાં હાજર લોકોને ગાળો બોલતા હતા. આ વાતની જાણ થતાં ફરિયાદી યુવક તુરંત ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં ૧૫ બુકાનીધારી શખ્સોને જોયા હતા આ લોકો ફરિયાદી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાથી યુવક સંતાઇ ગયો હતો અને ભાગીને ઘરે આવીને પોલીસ કંટ્રોલરૃમમાં જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા આરોપીઓ કાર રિક્ષા, ગાડી, ટુવ્હીલર મળી કુલ ૧૪ વાહનોમાં તોડફોડ કરી હતી.


