गुजरात

સ્પાની આડમાં થતાં ગેરકાયદે કૃત્યો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું | Notification prohibiting illegal activities under the guise of spas



ભાવનગર –  ભાવનગર
જિલ્લામાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં થતા બિનકાયદેસર કૃત્યો ઉજાગર થયાં બાદ
વર્તમાન સંજોગોમાં રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈ કોઈ અનિચ્છનિય બનાવ બને નહી અને
સ્પાની આડમાં ચાલતા ગુનાહીત કૃત્યો અટકાવવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવાની
ભાવનગર પોલીસ અધિક્ષકની દરખાસ્ત અન્વયે ભાવનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેેટે
જિલ્લામાં ચાલતા સ્પા/મસાજ પાર્લરની આડમાં કેફી દ્રવ્યોનું સેવન
, દેહવ્યાપાર અને અન્ય બિનકાયદેસર અને ગુનાહીત પ્રવૃત્તિ ચલાવવા પર પ્રતિબંધ
ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને તમામ સ્પા સેન્ટરોના માલિક
સંચાલકોએ સ્પા/મસાજ સેન્ટરની તમામ વિગતો સંબંધિત પોલીસ મથકને આપવાની રહેશે.



Source link

Related Articles

Back to top button