दुनिया

ઇરાન-અમેરિકાના સામસામા હુમલામાં શાંતિ મંત્રણા ‘ઘાયલ’ | Peace talks ‘wounded’ in Iran US face off



– અમેરિકાએ હોર્મુઝ પાસે ઇરાનના લશ્કરી બેઝનો કચ્ચરઘાણ કાઢ્યો

– અમેરિકા અને ઇરાન બંનેના લશ્કરનો એકબીજા પર યુદ્ધવિરામ ભંગ કરવાનો આક્ષેપ

– ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડે કુવૈતમાં અમેરિકાના લશ્કરી મથક પર હુમલો કરતાં મોટા પાયે નુકસાન

વોશિંગ્ટન,તહેરાન: અમેરિકા અને ઇરાન વચ્ચે ચાલતી શાંતિમંત્રણા વચ્ચે બંને દેશ વચ્ચે છમકલા થવાનો પ્રારંભ થઈ ગયો છે. અમેરિકાએ ઇરાન પર ફરીથી સ્વબચાવમાં હુમલો કર્યો છે તો ગુસ્સે થયેલા ઇરાને પણ વળતો જવાબ આપતા કુવૈતમાં અમેરિકન એરબેઝ પર હુમલો કર્યો છે અને તેને મોટાપાયા પર નુકસાન પહોંચાડયું છે.  રાજકીય વર્તુળોમાં ચિંતા છે કે આ હુમલા ક્યાંક નવેસરથી યુદ્ધમાં પલિતો ન ચાંપે. 

અમેરિકાએ ઇરાન પર કરેલા હુમલામાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના ચાર સૈનિક મૃત્યુ પામ્યા હતા

અમેરિકાએ હોર્મુઝમાં આવેલા ઇરાનના લશ્કરી બેઝ પર હુમલો કરીને તેનો કચ્ચરઘાણ કાઢ્યો હતો. ઇરાન કુવૈતમાં આવેલા અમેરિકન એરબેઝ પર ડ્રોન વડે હુમલો કર્યા પછી અમેરિકન લશ્કરે સ્વ બચાવમાં હુમલો કર્યો હતો. આપહેલા અમેરિકાએ સોમવારે હુમલો કર્યો હતો, તેમા ચાર ઇરાનીયન સૈનિકના મોત થયા હતા. અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે યુએસ સેન્ટ્રલ કમાન્ડ ફોર્સે ઇરાનના ચાર ડ્રોન ખતમ કર્યા હતા. 

અમેરિકાએ આ હુમલો ત્યારે કર્યો જ્યારે બુધવારે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇરાન સાથેની વાટાઘાટો જાણે ધુમાડો છે, એટલે કે તેમાથી કશું નક્કર નીપજી રહ્યું નથી. 

ટ્રમ્પે જણાવ્યું હતું કે હું કંઈ મધ્યસત્ર ચૂંટણીના ડરથી ડીલ કરવા માટે ઉતાવળ કરવાનો નથી. અગાઉ કેબિનેટ મીટિંગમાં ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ડીલ હવે થવાની તૈયારીમાં છે. વીકેન્ડમાં તો તેમણે જાહેરાત કરી હતી કે તેમના વહીવટીતંત્ર અને તહેરાને સેટલમેન્ટ અંગે મોટાપાયા પર વાતચીત કરી લીધી છે. આમ છતાં મંત્રણા હજી અટવાયેલી છે. બંને પક્ષો વચ્ચેની વાતચીત પરમાણુ કરારના મુદ્દે અટવાયેલી છે. અમેરિકા ઇરાનનું સંવર્ધિત યુરેનિયમ ઇચ્છે છે, જેને લઈને ઇરાન ટસનું મસ થતું નથી. 

અમેરિકન લશ્કરે ગુરુવારે કુવૈત પર ઇરાને કરેલા હુમલાની આકરી ટીકા કરી હતી. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે કુવૈતૈ ઇરાને બુધવારે મોડી રાત્રે લોન્ચ કરેલી મિસાઇલો આંતરી લીધી હતી. તેમણે ઇરાનના આ હુમલાને યુદ્ધવિરામના ભંગ સમાન ગણાવ્યો હતો. 

ઇરાને પણ અમેરિકાએ તેના પર કરેલા બીજા હુમલાની આકરી ટીકા કરી હતી અને તેને યુદ્ધવિરામનો સ્પષ્ટ ભંગ ગણાવ્યો હતો. જ્યારે અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે આ કાર્યવાહી ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ  દ્વારા ૨૪મી કલાકમાં કરવામાં આવેલા  મિસાઇલ, ડ્રોન અને નાની બોટ વડે કરવામાં આવેલા હુમલાના જવાબમાં કરવામાં આવી છે. ઇરાનનું બંદર અબ્બાસ બંને વચ્ચેના જંગનો અખાડો બની ગયું છે. 

વાસ્તવમાં બંદર અબ્બાસ ઇરાનના દક્ષિણી કિનારે આવેલું એક અત્યંત સંવેદનશીલ લશ્કરી અને વ્યાપારિક પોર્ટ સિટી છે. આ આખા વિસ્તારને ઇરાનની ઇકોનોમી અને સુરક્ષાની પાઇપલાઇન માનવામાં આવે છે. હવે અમેરિકાએ બંદર અબ્બાસની આસપાસના વિસ્તારોને નિશાન બનાવ્યા છે. અમેરિકન નૌકાદળે બંદર અબ્બાસમાં આવેલા લશ્કરી ઠેકાણામાંથી જ હોર્મુઝમાંથી દરિયાઈ સુરંગ લગાવવાનો આરોપ લગાવી આઇઆરજીસીના જહાજો અને બંદર અબ્બાસમાં ડ્રોન કંટ્રોલ સ્ટેશનોને નિશાન બનાવ્યું હતું. તેનાથી ઇરાન ભડક્યું છે. આગામી દિવસોમાં આ પ્રકારના યુદ્ધવિરામનો ભંગ નિયમિત રીતે થવા માંડે તો આશ્ચર્ય નહી થાય. ઇઝરાયેલ ગાઝામાં અને લેબનોનમાં યુદ્ધવિરામનો જે રીતે ભંગ કરી રહ્યુ છે હવે અમેરિકા જાણે ઇરાન સાથે તે જ ફોર્મ્યુલાને અનુસરે છે. 

ઇરાન યુદ્ધના લીધે ટ્રમ્પે રચેલા બોર્ડ ઓફ પીસે ગાઝા માટે ૨૦ હજારના લશ્કરી દળની જે રચનાની જાહેરાત કરી હતી તે ખોરંભે પડી છે. જાહેરાતને ત્રણ મહિના થઈ ગયા પરંતુ નથી તેની ફોર્સના ઠેકાણા કે તેના સભ્ય બનેલા પાંચ દેશોએ સમખાવા પૂરતી લશ્કરી ટુકડી પણ મોકલી નથી. અમેરિકન જનરલ ૨૦ હજાર સભ્યોના મજબૂત દળનું નેતૃત્વ કરતાં ગાઝાવાસીઓની શાંતિ અને ભાવિ સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે. 



Source link

Related Articles

Back to top button