गुजरात

આખરે સુરતમાં સસ્પેન્સનો અંત: માયા માવાણી નવા મેયર; જુઓ ગુજરાતનાં મહાનગરોના નવા શાસકોનું લિસ્ટ | Gujarat Civic Bodies Get New Faces as Rajkot and Vadodara Appoint Mayors


Municipal Corporation Mayor: ગુજરાતની મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મહત્ત્વના પદાધિકારીઓના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ સાથે જ વાપી, સુરેન્દ્રનગર, ભાવનગર અને આણંદ મહાનગરપાલિકાઓમાં પણ નવા હોદ્દેદારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ, સુરત મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓના નામ જાહેર કરવામાં કોકડું ગૂંચવાયું હતું, નક્કી થયેલા કાર્યક્રમ મુજબ પદાધિકારીઓના નામ સવારે 10 વાગ્યે જાહેર થવાના હતા. જોકે, આંતરિક વિખવાદ અને ખેંચતાણને કારણે  બપોરે 1 વાગ્યા બાદ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓના નામ જાહેર કરાયા હતા. 

સુરત મનપાના પદાધિકારીઓના નામ જાહેર

•મેયર: માયાબહેન માવાણી

•ડેપ્યુટી મેયર: સુધાકર ચૌધરી

•સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન: રાજન પટેલ 

•શાસક પક્ષ નેતા: અલ્પાબહેન પટેલ 

•દંડક: ઊર્મિલાબહેન ત્રિપાઠી

રાજકોટમાં મેયર સહિતના પદાધિકારીઓના નામ જાહેર

રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના નવા પદાધિકારીઓના નામ આખરે જાહેર થઈ ચુક્યા છે. 

•મેયર: નેહલ શુક્લ

•ડેપ્યુટી મેયર: દક્ષાબેન વસાણી

•સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: પરેશ પીપળિયા

આખરે સુરતમાં સસ્પેન્સનો અંત: માયા માવાણી નવા મેયર; જુઓ ગુજરાતનાં મહાનગરોના નવા શાસકોનું લિસ્ટ 2 - image

વડોદરાના નવા મેયર ગીતાબહેન મકવાણા બન્યા

વડોદરા મહાનગરપાલિકામાં પણ ભાજપે સામાજિક સમીકરણો અને સંગઠનની પકડ મજબૂત રાખતા નવા નામો પર મહોર મારી દીધી છે. વડોદરામાં આ વખતે મહિલા ચહેરાને મેયર પદની જવાબદારી સોંપાઈ છે.

•મેયર: ગીતાબહેન મકવાણા

•ડેપ્યુટી મેયર: આદિત્ય પટેલ

•સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન: વર્ષાબહેન વ્યાસ

•દંડક: વિજય ચૌહાણ

આખરે સુરતમાં સસ્પેન્સનો અંત: માયા માવાણી નવા મેયર; જુઓ ગુજરાતનાં મહાનગરોના નવા શાસકોનું લિસ્ટ 3 - image

ભાવનગર મનપાના નવા પદાધિકારીઓ જાહેર

•મેયર: ઉષાબહેન તલરેજા

•ડેપ્યુટી મેયર: અશોક બારૈયા

•સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન: કિશન મહેતા

•શાસક પક્ષના નેતા: લાલભા મનુભા વાળા

•દંડક: દીપા માંગુકિયા

આખરે સુરતમાં સસ્પેન્સનો અંત: માયા માવાણી નવા મેયર; જુઓ ગુજરાતનાં મહાનગરોના નવા શાસકોનું લિસ્ટ 4 - image

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ જાહેર

•મેયર: રાકેશ રાઠોડ

•ડેપ્યુટી મેયર: સ્મિતાબહેન રાવલ

•સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન: નીખિલ ચાંપાનેરી

•દંડક: સ્વાતિબહેન માંડલિયા

•શાસક પક્ષના નેતા: પિન્ટુબહેન અસાણિયા

આખરે સુરતમાં સસ્પેન્સનો અંત: માયા માવાણી નવા મેયર; જુઓ ગુજરાતનાં મહાનગરોના નવા શાસકોનું લિસ્ટ 5 - image

આણંદ-કરમસદ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓના નામ જાહેર 

•મેયર: દિપીકાબહેન પટેલ

•ડેપ્યુટી મેયર: કમલેશ ડાભી 

•સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન: મયુર સુથાર

•દંડક: હિરલબહેન શાહ

આખરે સુરતમાં સસ્પેન્સનો અંત: માયા માવાણી નવા મેયર; જુઓ ગુજરાતનાં મહાનગરોના નવા શાસકોનું લિસ્ટ 6 - image

વાપી મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓના નામ જાહેર 

•મેયર: દક્ષાબહેન પટેલ

•ડેપ્યુટી મેયર: મિતેષ દેસાઈ

•સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન: સતીશ પટેલ 

•દંડક: સુનિતાબહેન તિવારી

આખરે સુરતમાં સસ્પેન્સનો અંત: માયા માવાણી નવા મેયર; જુઓ ગુજરાતનાં મહાનગરોના નવા શાસકોનું લિસ્ટ 7 - image





Source link

Related Articles

Back to top button