गुजरात

વડોદરામાં ગાંજાના સપ્લાયર બાદ MD ડ્રગ્સનો મધ્યપ્રદેશનો સપ્લાયર પકડાયો | Madhya Pradesh supplier of MD drugs was arrested by vadodara Police



Vadodara : વડોદરા શહેરમાં ડ્રગ્સનો ગોરખધંધો કરનારા એજન્ટો અને સપ્લાયરો ઉપર પોલીસે સકંજો કસ્યો છે. જેના ભાગરૂપે તાજેતરમાં ગાંજાના સપ્લાયરને ઝડપી પાડ્યા બાદ હવે મેફેડ્રોનના સપ્લાયરને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે.

એક વર્ષ પહેલા વડોદરાના માંજલપુરના સીતાબાગ ગ્રાઉન્ડ નજીક પોલીસે શબ્બીર હુસેન મન્સૂરી (મંદસૌર,મધ્યપદેશ) ને ઝડપી પાડી તેના સાગરીત મોહમ્મદ ઇરફાન શેખને ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂ.7.78 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું. તપાસ દરમિયાન આ ડ્રગ્સના સપ્લાયરનું નામ મોહમ્મદ ઝુબેરખાન હોવાનું ખુલ્યું હતું. 

આ સમયગાળા દરમિયાન પોલીસે પ્રતાપનગર વિસ્તારમાં રિદ્ધિ એપાર્ટમેન્ટમાં પોલીસે દરોડો પાડી મમતાદેવી ઉર્ફે માયા સુરેન્દ્ર ભગત તેમજ પાર્થ વિષ્ણુભાઈ પટેલને ઝડપી પાડી રૂ.5 લાખ ઉપરાંતની કિંમતનું એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું. ત્યારબાદ પોલીસે મોહમ્મદ આરીફ ન્યારગર(મંદસૌર, રાજસ્થાન) ની ધરપકડ કરી હતી. જે કેસમાં વધુ તપાસમાં પણ મંદસૌરના મોહમ્મદ જુબેરખાનનું નામ ખુલ્યું હતું.

આમ ઉપરોક્ત બંને કેસોમાં છેલ્લા એક વર્ષથી ફરાર ડ્રગ્સ સપ્લાયર મોહમ્મદ ઝુબેરને પકડવા માટે પોલીસ દ્વારા કવાયત કરવામાં આવતી હતી. પરંતુ તેનો પત્તો લાગતો ન હતો. આ દરમિયાન સપ્લાયર હાલમાં મંદસૌર ખાતે રહેતો હોવાની એસઓજીને માહિતી મળતા એક ટીમ મારફતે મંદસોરમાં વોચ રાખી ઝડપી પાડ્યો છે.



Source link

Related Articles

Back to top button