गुजरात
વડોદરા શહેરની વસ્તી ગણતરી માટેની સ્વગણતરી પ્રક્રિયામાં માંડ ૧૮ હજાર નોંધણી થઈ | Barely 18 thousand registered in the self enumeration process

![]()
વડોદરા
શહેરમાં વસ્તી ગણતરી માટે સ્વગણતરીની પ્રક્રિયાની ૧૭ મેથી શરુઆત થઈ છે, જ્યારે પહેલી જુનથી
ડોર ટુ ડોર સર્વે કરી ડેટા એકત્ર કરાશે.
સ્વગણતરીનો તબક્કો તા.૧૭મેથી ૩૧મે સુધી
નિર્ધારિત કરાયો છે, એટલે કે નાગરિકો પોતે ઓનલાઈન ડેટા સબમિટ કરી રહ્યાં છે, જેમાં અત્યારસુધી ૧૮હજાર લોકોએ (હાઉસહોલ્ડ) પોતાના પરિવારોની નોંધણી કરાવી
છે.
ત્યારબાદ
તા.૧ જુનથી ૩૦ જુન સુધી ઘેર-ઘેર જઈ સર્વેની કામગીરી હાથ ધરાશે. આ દરમિયાન નાગરિકોએ ડેટા શેર કરવાનો અથવા ઓટીપી
આપવાની જરૃરિયાત રહેશે નહિ,
જો કે સ્વગણતરીમાં એક કોડ જનરેટ થાય છે તે ગણતરીદાર ઘરે આવે તો
દર્શાવવાનો રહેશે, જેથી સ્વગણતરીમાં ક્ષતિ સુધારી શકાય.
અત્રે
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૧માં વડોદરાની વસ્તી ૧૬,૭૦,૮૦૬ નોંધાઈ હતી.
ત્યારબાદ વુડાના ૧૨ ગામોનો પણ શહેરમાં સમાવેશ થયો છે.હાલ શહેરની વસ્તી અંદાજે ૨૨,૪૪,૩૩૦ છે.


