गुजरात

સાળંગપુર ગામે નિયમભંગ કરી તમાકુનું વેચાણ કરતા 7 વેપારી દંડાયા | 7 traders fined for selling tobacco in violation of rules in Salangpur village



બોટાદ
ટોબેકો કંટ્રોલ સેલની કામગીરી

શાળાની
આજુબાજુનાં વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરાયું

ભાવનગર – 
બોટાદના સાળંગપુર ગામે જાહેરમાં તેમજ શાળાની આજુબાજુના
વિસ્તારમાં તમાકું નિયંત્રણ ટાસ્ક ફોર્સ દ્વારા હાથ ધરાયેલ સઘન ચેકીંગમાં નિયમભંગ
બદલ ૭ વેપારી દંડાયાહ તા અને નિયમો અંગે માર્ગદર્શન અપાયું હતું.

તમાકુ
તથા તેની બનાવટોના બિનઅધિકૃત વેચાણને રોકવા માટે જિલ્લા આરોગ્ય વિબાગ દ્વારા
ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ટાસ્ક ફોર્સની આનુસાંગિક કામગીરી કરવામાં આવી રહી છે.
બરવાળા તાલુકાના સાળંગપુર ગામે શાળાની આજુબાજુનાં વિસ્તારમાં સિગારેટ એન્ડ અધર
ટોબેકો પ્રોડક્ટ એક્ટ
(કોટપા-૨૦૦૩)નાં અમલીકરણ માટે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ
દરમિયાન પાન ગલ્લા
, પાર્લર સહિત કુલ ૧૦ સ્થળોએ ચેકિંગ
કરવામાં આવ્યું હતું. જેમાં નિયમોના ભંગ બદલ ૭ દુકાનદારો પાસેથીકુલ રૃા. ૧૪૦નો દંડ
વસુલ કરવામાં આવ્યો હતો. 



Source link

Related Articles

Back to top button